• ઘર આંગણેથી જ શિસ્તની અમલવારી
  • ટ્રાફિક પોલીસ અને આરટીઓની ઝુંબેશમાં એક લાખથી વધુનો દંડ વસુલાયો

હાઇકોર્ટના આદેશ બાદ શહેરની વિવિધ સરકારી કચેરીઓ બહાર હેલ્મેટની ફરજીયાત અમલવારી શરૂ કરવામાં આવી છે. જે ડ્રાઇવમાં અલગ અલગ સરકારી કચેરીઓ બહાર ઝુંબેશ હાથ ધરવામાં આવતા ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા 120 જેટલાં કેસો કરી એક લાખથી વધુનો દંડ કરવામાં આવ્યાનું સામે આવ્યું છે.

હાઇકોર્ટના આદેશને રાજય સરકાર દ્વારા બે દિવસ પૂર્વે સરકારી કચેરીઓમાં પ્રવેશ પહેલા તમામ કર્મચારીઓ, અધિકારીઓ માટે હેલ્મેટ ફરજીયાત કરવા નિર્ણય કરાયો છે. જેનો આજથી અમલ શરૂ કરવામાં આવ્યો છે. સરકારી કચેરીના ગેટ પાસે જ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે અને હેલ્મેટ ન પહેરનારને ઓનલાઇન મેમો આપવામાં આવી રહ્યો છે.

આજ સવારથી રાજકોટની પોલીસ કમિશ્ર્નર કચેરી, મનપા, બહુમાળી ભવન સહીતની સરકારી કચેરીઓ ખાતે ગેટ પાસે હેલ્મેટ ચેકીંગ માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં પોલીસ કર્મીઓનું ચેકીંગ પણ કરવામાં આવ્યું હતું અને હેલ્મેટ ન પહેરનારને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલસ કમિશ્ર્નર કચેરીમાં આવતા લોકોના લાયસન્સ અને પીયુસી ચેક કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ શહેરના સેક્ટર વન પીઆઈ એમ ડી ગઢવીની વિવિધ ટીમોએ સવારે 10 થી 12 વાગ્યાં સુધીની બે કલાકમાં ફાયર ઓફિસ-વેલનાથપરા, જૂની મામલતદાર કચેરી સહીતની સરકારી કચેરીઓ બહાર ડ્રાઇવ યોજી કુલ 84 કેસ કરી રૂ. 42 હજારનો દંડ ફટકાર્યો હતો.

પોલીસ કમિશ્ર્નર કચેરી, મ્યુનિ. કોર્પોરેશન કચેરી, બહુમાળી ભવન, કલેકટર કચેરી, જિલ્લા પંચાયત સહિતની તમામ કચેરીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે પહેલો દિવસ હોવાથી કર્મચારીઓમાં નિયમોના પાલન માટે આળસ જોવા મળી હતી પરંતુ જે રીતે ઓનલાઇન મેમો આપવામાં આવી રહ્યા છે, આગામી સમયમાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ફરજીયાતપણે હેલ્મેટના નિયમનું ચુસ્ત રીતે પાલન કરશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.