મામલતદાર આર.એમ.લાવડીયાએ બદલીના ઓર્ડર બાદ પણ કડકાઇ જાળવી રાખી: રોયલ્ટી પાસનું કૌભાંડ ઝડપી ગેરકાયદે મોકલાતું કાર્બોસેલ ઝડપાયું: 1.28 કરોડનો મુદામાલ જપ્ત
જેને પોતાની ફરજને નિષ્ઠાપૂર્વક જ બજાવી છે. તેને કંઇ નડતું નથી આ સૂત્ર થાન મામલતદાર આર.એસ. લાવડીયાએ સાર્થક કરી બતાવ્યું છે તેઓની બદલીનો ઓર્ડર હાથમાં આવી ગયો હોય, છતાં તેઓએ કડકાઇ છોડયા વગર રોયલ્ટી પાસનું કૌભાંડ ઝડપી પાડી ગેરકાયદે મોકલાતા કાર્બો સેલનો જથ્થો ઝપડી પાડીને રૂ. 1.28 કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે.ટ્રેઇલર નંબર આર.જે. પર જીએ 5645 નો કાર્બોસેલનો રોયલ્ટી પાસ ગાયત્રી મિનરલ્સ મુળી દ્વારા ઇસ્યુ થયેલ જણાયેલ જે મુરાદાબાદ (યુ.પી.) ખાતે મોકલવાનો હતો.
આ ટ્રેઇલર યુ.પી.માં અમીરગઢ- પાલન પુર બોર્ડરથી પસાર થાય તો મુળીથી અમદાવાદ જવાના રસ્તાના બદલે થાનગઢમાંથી કેમ પસાર થાય તે બાબત શંકાસ્પદ જણાતા ઊંડી તપાસ કરવામાં આવતા ડ્રાઇવરનું નિવેદન લેતા આ કાર્બોસેલનો જથ્થો અનધિકૃત રીતે મેળવી લોડ કરેલ અને જેનો રોયલ્ટી પાસ મૂળીના સ્ટોકિસ્ટ હોલ્ડર ગાયત્રી મિનરલ્સ લી. એ ઇસ્યુ કરેલ છે. આમ, ગેર કાયદેસર રીતે ખનન કરેલ કાર્બોસેલનો જથ્થો રોયલ્ટી પાસ ઇસ્યુ કરી અન્ય રાજયમાં મોકલવાનું કૌભાંડ બહાર આવેલ છે.
થાનગઢ-મુળી પંથકમાં મોટાપાયે કાર્બોસેલના લીઝ હોલ્ડરો સ્ટોકીપરો દ્વારા હાલની દેશમાં કોલસાની તંગીનો લાભ ઉઠાવતા આર્થિક લાભ મેળવવા કૃત્ય કર્યાનું ઘ્યાને આવેલ છે. વિસ્તૃત તપાસ બાદ સંભવ છે કે આ કૌભાંડનો આંકડો ખુબ જ મોટો નીકળે તેમ છે.
આવા કૌભાંડમાં સામેલ કોઇ ચમરબંધીઓને છોડવામાં આવશે નહી. અને આવા લીઝ ધારકો-સ્ટોકિસ્ટના વેચાણ વ્યવહારી તપાસી ગેરરીતી આચરનારાઓની લીઝો રદ કરવા સ્ટોકિસ્ટના રજીસ્ટ્રેશન બંધ કરવાના સખત પગલા લેવામાં આવશે. તેમજ અન્ય દંડાત્મક, ફોજદારી રહે પગલા પણ લેવામા આવશે. તેમ મામલતદાર આર.એસ. લાવડીયાએ જણાવ્યું છે વધુમાં તેમની ટીમ દ્વારા ટ્રેઇલર અને બે ડમ્પર મળી તેમાં ભરેલા કાર્બોસેલના જથ્થા સહીત કુલ રૂ. 1.28 કરોડનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.