મહાનુભાવો અને પ્રતિનિધિઓને મોમેન્ટો આપી સન્માનીત કરાયા
ઇ.સ. ૧૯૯૯ માં લોકોને ટેલીવીઝનમાં સમાચાર જોવા મળે તે માટે હેલ્લો સૌરાષ્ટ્ર કેબલ નેટવર્ક દ્વારા સીડી મારફતે સૌરાષ્ટ્રભરમાં ટેલીવીઝનમાં સમાચાર પુરા પાડવાનું શરુ કયુૃ આજરોજ હેલ્લો સૌરાષ્ટ્ર કેબલ નેટવર્કને ર૦ વર્ષ પૂર્ણ કરી ર૧માં વર્ષમાં મંગલ પ્રવેશ ના ભાગરુપે હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સફળતાપૂર્વક ર૦ વર્ષ પૂર્ણ કર્યા બાદ ર૧માં વર્ષમાં મંગલ પ્રવેશના કાર્યક્રમ નીમીતે ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજા, શહેર ભાજપ પ્ર્રમુખ કમલેશ મિરાણી, મેયર બીનાબેન આચાર્ય સહીત મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીતમાં હેલો સૌરાષ્ટ્ર કેબલ નેટવર્કનાં તંત્રી પ્રવિણભાઇ ઝાલાએ જણાવ્યુ હતું કે ભૂતકાળમાં લોકોને ટેલીવીઝનમાં સમાચાર જોવા મળતા ન હતા. ત્યારે અમારા સ્થાપક એડીટર ખુમાનણસિંહ જાડેજાને એવો વિચાર આવ્યો કે લોકોને ટેલીવીઝનમાં સમાચાર કેવી રીતે જોઇ શકાય, ત્યારે ઇ.સ. ૧૯૯૯ માં કેબલ નેટવર્કની સ્થાપના કરી ત્યારે ન્યુઝની સીડી બનાવી ધીરે ધીરે સૌરાષ્ટ્રના અલગ અલગ જીલ્લા અને તાલુકાઓમાં અને ગામડાઓમાં છેલ્લા ર૦ વર્ષથી ન્યુઝ બતાવીએ છીએ. હાલ એક મોબાઇલ એપ્લીકેશન પણ લોન્ચ કરી છે કે જે લોકો પાસે સમયનો અભાવ હોય તે મોબાઇલ એપ્લીકેશન દ્વારા ન્યુઝ જોઇ શકે તેવો પ્રયાસ અમારો સફળ રહ્યો.
આ ઉપરાંત આજરોજ કાર્યક્રમમા જે બહારગામના પ્રતિનિધિઓ કે જેઓ કોઇપણ પરિસ્થિતિમાં ન્યુઝ પહોચાડે છે. તેમને પણ આજના કાર્યક્રમમાં મુમેન્ટો આપી સન્માનીત કરવામાં આવશે. ત્યારે આજના કાર્યક્રમમાં રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાંથી પ૦ થી ૬૦ પ્રતિનિધિઓ ઉ૫સ્થિત રહ્યા છે. જેમની કામગીરીના અંતર્ગત તેઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.