છેલ્લા ૨ વર્ષની કોરોના મહામારીમાં સપડાઇને ત્રસ્ત થઈ ગયેલા લોકો માટે નવરાત્રિ મહોત્સવ ભકિત સાથે સ્ટ્રેસ ફ્રી થવાનો અવસર લઈને આવી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનો શ્રેષ્ઠ રસોસ્તવ ‘અબતક -સુરભિ’ રાસોત્સવ તમને ડોલાવવા સજજ છે, તમે પણ એકશન મોડમાં આવી જાવ!
અબતક સુરભી રાસોત્સવનું લાઈવ પ્રસારણ તમે અબતક સુરભીના youtube અને facebook પેજ પર નિહાળી જ શકતા હતા. ત્યારે હવે તમે Daily Hunt પર પણ અબતક સુરભી રાસોત્સવનું જીવંત પ્રસારણ માણી શકશો. અબતક સુરભી રાસોત્સવમાં ડીજીટલ મીડિયા પાર્ટનર તરીકે Daily Hunt જોડાયું છે.
શું છે અબતક સુરભી રાસોત્સવ ?
સુરભી ક્લબ સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિ કરતી જાણીતી ક્લબ છે. તેઓ 10000 થી વધુ ક્લબના સભ્યો છે અને છેલ્લા 10 વર્ષથી નવરાત્રિ રેસકોર્સ ગ્રાઉન્ડ કરી રહ્યા છે. અબતક સુરભી ક્લબ રાજકોટ, સંગીત અને નૃત્યની સાથે આપણી સંસ્કૃતિનો ધૂમ અને ભવ્યતાનો સફળતાપૂર્વક પ્રચાર કરી રહી છે.
રાસ ગરબામાં રંગત જમાવવા માટે જાણીતા કલાકારો આસિફ જેરિયા, ફરીદા મીર, અને જીતુ દાદ ગઢવી પોતાના સુરીલા કંઠના કામણ પાથરશે તો એન્કર તરીકે લવલી ઠક્કર રાસોત્સવમાં રંગ જમાવશે.
અબતક સુરભી રાસોત્સવની વિશેષતા
> દરરોજ ૮૦૦૦ થી ૧૦,૦૦૦ લોકો આવે છે રમવા
> સ્ટ્રોંગ સિક્યુરીટી
> ફૂડ કેન્ટીન
> મહિલાઓ માટે સ્ટ્રોંગ સેફટી
> પારિવારિક વાતાવરણ
> સેલ્ફી ઝોન
> લાઇવ ફોટો વિથ ફ્રેમ