સૌરાષ્ટ્રના નં.વન રાસોત્સવમાં બેસ્ટ સિંગર્સ-મ્યુઝિશ્યનના સહારે તમે થશો ભાવવિભોર
સરકારની કોવિડ માર્ગદર્શિકા મુજબ સુચારૂ આયોજન: પાસ વિતરણ થયું શરૂ
છેલ્લા દોઢ વર્ષની કોરોના મહામારીમાં સપડાઇને ત્રસ્ત થઇ ગયેલા લોકો માટે નવરાત્રિ મહોત્સવ ભકિત સાથે સ્ટ્રેસ ફ્રી થવાનો અવસર લઇને આવી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનો નં-વન ‘અબતક-સુરભિ’ રાસોત્સવ 2021 તમને ડોલાવવા સજજ છે, તમે પણ એકશન મોડમાં આવી જાવ!
નવરાત્રિ એટલે દેશનો સૌથી મોટો લોકઉત્સવ ! આ ઉત્સવમાં માઇ ભકિતની સાથે શરીર-મનને સ્વસ્થ કરતા રાસની પણ રંગત જામે છે. ગુજરાતનું પરંપરાગત લોકનૃત્ય ગરબા નવરાત્રિની જ દેન છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નવ નોરતાં, દશેરા અને શરદપૂનમ સુધી રાસ ગરબા લેવાતા હોય છે.
છેલ્લા દોઢ વર્ષમાં કોરાના મહામારીને કારણે લોકો ઘરમાં પુરાઇને રહ્યા છે. કોરાનાની બીકે કેટલાકનું માનસિક સ્વાસ્થ્ય વેરવિખેર કરી નાખ્યું છે ત્યારે આગામી નવરાત્રિ તન-મનની પ્રફુલ્લિતતા વધારવા, સ્ટ્રેસ ફ્રી થવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે એ વાત નકકી છે.
સૌરાષ્ટ્રનો નં-વન ‘અબતક-સુરભી’ રાસોત્સવ 2021 બેસ્ટ મ્યુઝિમ, બેસ્ટ સિંગર્સ બેસ્ટ મ્યુઝિશ્યન સાથે ખેલૈયાઓને ઝુમાવવા સજજ છે. રાસ ગરબામાં રંગત જમાવવા માટે જાણીતા કલાકારો આસિફ જેરિયા અને રાહુલ મેહતા પોતાના સુરિલા કંઠના કામણ પાથરશે તો રસપૂર્ણ સંચાલન તેજસ શિશાંગિયા કરશે. સમગ્ર આયોજન સરકારની કોવિડ માર્ગદર્શિકા મુજબ થનાર છે ત્યારે રાજકોટવાસીઓ તમારી ઇન્તજારીનો અંત હવે આવી ગયો છે. ‘અબતક-સુરભી’ રાસોત્સવ 2021ના પાસ માટે 124, સિલ્વર ચેમ્બર, ટાગોર રોડ, ભકિતનગર સ્ટેશન પ્લોટ રાજકોટ અથવા મો. નં. 84692 00044 નો સંપર્ક કરી શકાશે એવું એક યાદીમાં જણાવાયું છે.