પૌત્રીથી લઈ દાદીમાંએ સ્વાદનો જાદુ પાથરર્યો: પંજાબી, પુડીંગ, ડેઝર્ટ, બેક ડીશ સહિત વાનગીનો રસથાળ.

જેસીઆઈ રાજકોટ યુવા તથા હેલ્લોકિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિતે કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરાયું હતુ વી કેન વર્ક ટુ ગેધર એન્ડ વી કેન ઓલ ડુ ગેધરનાં ઉદેશથી આયોજીત વાનગી સ્પર્ધામાં ૭૦થી વધુ બહેનોએ પંજાબી ફૂલ ડીશ અને સ્વીટ ડીશનો સ્વાદ પીરસ્યો હતો. વાનગી સ્પર્ધામાં ભાગ લીધેલ બંસી આનંદ છત્રાએ પોતાની વાનગી અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે મે પંજાબી વાનગી એટલે પસંદ કરી કે મને અલગ અલગ વાનગીઓ બનાવવાનો શોખ છે અને તેમાંય ખાસ કરીને હાલ બધા પંજાબી ફૂડને વધુ પસંદ કરી રહ્યા છે ત્યારે ઘરમાં જ પંજાબી ભોજન પીરસાય તે માટે મે પંજાબી ફૂલ ડીશ અને ગાજરનો હલવો વીથ ગુલાબ જંબુ બનાવ્યા છે. ઉનાળામાં ગાજર હેલ્ધી વર્ઝન છે અને કંઈક અલગ પીરસવા મેં આ બે વાનગીઓ પસંદ કરી હતી.

ટ્રાય ફૂલ પુડિંગ સાથે સ્પર્ધામાં ભાગ લીધેલા દિપ દોશીએ પોતાની વાનગી અંગે વિગત આપતા જણાવ્યું હતુ કે મારી ડીશ ડેઝર્ટ છે જે સામાન્ય રીતે લોકો ડીનર પછી લેવાનું પસંદ કરે છે મારા ટ્રાય ફૂલ પુડીંગમાં કસ્ટર્ડ, સ્પોન્ઝ કેક અને જેલી એમ ત્રણ લેયરમાં બનાવેલું છે. રેસીપી પસંદગીનું કારણ જણાવતા દિપાએ કહ્યું હતુ કે સ્વીટ જેને ભાવતુ હોય તે ડેઝર્ટમાં યુઝ કરી શકે છે અને પાછી કવીક રેસીપી હોવાથી ઝડપથી બની જાય છે

હેલ્લો કીટીના પા‚લબેને સ્પર્ધાની માહિતી આપતા જણાવ્યું હતુ કે આમતો મહિલાઓ દરેકક્ષેત્રમાં આગળ જ છે. એમાય ખાસ કરીને રસોઈની તો એ રાણી જ છે. ત્યારે કિચન કિવનમાં વધુ પ્રેરણા અને ઉત્સાહ જગાડવા અને ખાસ મહિલાદિન નિમિતે વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતુ આ વખતેની વાનગી સ્પર્ધામાં સ્વીટ ડીશ અને પંજાબી ડીશ બનાવવામાં આવી હતી.જેસીઆઈના ચેરપર્સન રચના ‚પારેલીયાએ કાર્યક્રમની ‚પરેખા આપતા જણાવ્યું હતુ કે વાનગી સ્પર્ધામાં મહિલાઓ માટે કોઈ જ પ્રકારની એજ લીમીટ રાખવામાં નહોતી આવી ૧૦ વર્ષ લઈને દરેક માતા દિકરીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતાની આગવી આવડત વાળી સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતુ કે ઘણી વખત મહિલાઓને અન્ડર એસ્ટીમેટ કરવામાં આવતી હોય છે અને મોટાભાગના લોકો હોટેલના સેફને વધુ મહત્વ આપતા હોય છે ત્યારે ગૃહિણીઓને ફોર ધ ગ્રાન્ટેડ ન લેતા એક સા‚ પ્લેટફોર્મ મળે એ માટે કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.