• રાજકોટ : અંબિકા ટાઉનશીપમાં બનેલી ઘટનામાં ચોથી જાગીરની સમય સૂચકતાએ હત્યારાની ધરપકડમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી
  • પત્નીની હત્યા નીપજાવી પતીએ ‘અબતક’ને કરી જાણ
  •  ભાગીદાર નાગાજણ કામડીયા સાથે આડા સંબંધની શંકાએ ક્રૂરતાપૂર્વક હત્યાને અંજામ આપ્યો 

રાજકોટ ન્યૂઝ :  રાજકોટ શહેરના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં હિન્દી ફિલ્મની થ્રિલર સ્ટોરી જેવી ઘટના બની છે. પતિના હાથે જ પત્નીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જે બનાવમાં હત્યારા પતીએ હત્યાને અંજામ આપીને ‘અબતક’ મીડિયાના પ્રતિનિધિને ફોન કરીને પત્નીની હત્યા નીપજાવી દીધાનું જણાવ્યું હતું. ત્યારે લોકશાહીની જોથી જાગીરે તાત્કાલિક સમય સૂચકતા દાખવી પોલીસને જાણ કરતા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને હત્યારા પતિને અટકાયતમાં લીધો હતો. જેથી ચોથી જાગીરની જાગૃતતાએ હત્યાના આરોપીને ઝડપી લેવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.WhatsApp Image 2024 02 27 at 10.56.17 9606f2d2

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં ક્રાઇમ થ્રિલર હિન્દી ફિલ્મ જેવી ઘટના બની છે. જેમાં મૂળ મહારાષ્ટ્રના દંપતી વચ્ચે લાંબો સમયથી ચાલતા ગૃહક્લેશમાં પત્નીને માથાના ભાગે પેવર બ્લોક મારીને માથું છુંદી નાખી પતિએ મૃતદેહ સાથે સેલ્ફી અને વિડીયો બનાવ્યો હતો. હત્યા નીપજાવ્યા બાદ પતિએ અબતક મીડિયાના પ્રતિનિધિને ટેલિફોનિક જાણ કરી હતી.

મૂળ મહારાસ્ટ્રનો મરાઠી પરીવાર મવડીના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં શાંતિ નિવાસ એપાર્ટમેન્ટના પહેલા માળે ગુરૂભાઈ જીરોલી (ઉ.વ. આશરે 45 વર્ષ) નામનો વ્યક્તિ તેની પત્ની અંબિકાબેન જીરોલી સાથે આશરે ત્રણ માસ પૂર્વે રહેવા આવ્યા હતા. જેમને સંતાનમાં એક 16 વર્ષીય પુત્રી અને 14 વર્ષીય પુત્ર છે. આરોપી ગુરૂ જીરોલી પેવર બ્લોક નાખવાનો વ્યવસાય ધરાવે છે.

આરોપી પતિ ગુરૂ જીરોલીને પેવર બ્લોકના ધંધામાં નાગાજણ સાથે ભાગીદારી હતી. જેની સાથે પત્ની અંબિકાબેનને આડા સંબંધ હોય તેવી શંકા પતિને હતી. જે બાબતે છેલ્લા ઘણા દિવસોથી બંને વચ્ચે ગૃહ ક્લેશ ચાલી રહ્યો હતો. જે ગૃહક્લેશનો કરુણ અંત આવ્યો છે. ગત મોડી રાત્રે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાં બાદ પતિએ ઘરમાં રહેલા પેવર બ્લોકના સેમ્પલ વડે પત્નીના માથાના ભાગે ઘા મારી દીધો હતો. જે બાદ પતિએ પેવર બ્લોક વડે પત્નીના માથાના ભાગે એકથી વધુ વાર ઘા કરી માથું છુંદી નાખી ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી દીધી હતી.

જે બાદ હત્યારા પતિએ અબતક મીડિયાના પ્રતિનિધિને હત્યા કર્યા અંગે ટેલિફોનિક જાણ કરતા અબતક મીડિયાના પ્રતિનિધિએ પોતાની ચોથી જાગીરની ફરજ અદા કરતા સૌથી પહેલા પોલીસને સમગ્ર બનાવ અંગે જાણ કરી હતી. જેથી તાલુકા પોલીસના પીઆઈ હરીપરા સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યારા લ પતિની ધરપકડ કરી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હત્યા બાદ પતિએ બે અલગ અલગ વિડીયો બનાવ્યા : પત્નીના આડા સંબંધના લીધે કૃત્ય આચર્યાનું જણાવ્યું 

હત્યા નીપજાવ્યા બાદ પતિએ એક સેલ્ફી વિડીયો બનાવ્યો હતો. જેમાં તેણે ઉચ્ચારેલા શબ્દો શબ્દસહ અહીંયા રજૂ કરવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Abtak Media (@abtak.media)

મને મારી ઘરવાળીએ બહુ તકલીફ આપી છે, આ કરવાનું નો’તું પણ કરી નાખ્યું છે. હું ખરાબ નથી પણ મારી ઘરવાળી ખરાબ હતી.  મને મૂકી બીજી જગ્યાએ જાતી’તી. દોસ્તારે દોસ્તીમાં દગો દીધો. લગ્નને 17 વર્ષ થઇ ગયા બહુ સમજાવાની કોશિશ કરી. છોકરાનું મોઢું જોઈ અને છોકરીને દસમું ધોરણ ચાલુ છે જેથી દશમુ ધોરણ પૂર્ણ થયાં બાદ કોઈ ડીસીઝન લેશું તેવું વિચાર્યું હતું પરંતુ તે માની નહિ. આજે પુરી કરી દીધી મેટર. મને બાધા માફ કરજો. હું ન્યુઝ રિપોટરર્ને બોલાવી વાત કરવાનો છું. શું કરવું એની કંઈ ખબર પડતી નથી છતાં હું વાત કરી લવ છું.

જો પોલીસવાળા હોય,  કોર્ટ હોય, મારો એક નિયમ છે. હું સરેન્ડર સામેથી થઉ. બધાને ફોન કરું,  પોલીસ વાળાને ફોન કરું, હું બેડી નથી લગાવવાનો. મને બીજા કેદી જેવું નથી કરવાનું,  હું બીઝનેસમેન છું. બીઝનેસમેન તરીકે જ આ બધું કરેલ છે. હું ક્યાય ભાગી નથી જવાનો, સામેથી જ સરેન્ડર કરવાનો છું. બધાંને કહો જે કરવું હોય તે કરો.  સરેન્ડર કરું છુ. ન્યુઝમાં જવા દયો.. ઓકેય ચાલો…..

 

View this post on Instagram

 

A post shared by Abtak Media (@abtak.media)

હત્યા નીપજાવ્યા બાદ હત્યારા પતિએ ‘અબતક’ મીડિયાના પ્રતિનિધિને વહેલી સવારે 5:21 કલાકે ફોન કર્યો હતો. ફોન ઉપાડ્યા બાદ સીધો જ સામેથી અવાજ આવ્યો હતો કે, હું ગુરૂ જીરોલી બોલું છું.. અંબિકા ટાઉનશીપમાં આવેલા મારાં ફ્લેટમાં મેં મારી પત્નીની હત્યા નીપજાવી દીધી છે… તમે તાતકાલિક આવી જાવ, મારે ઇન્ટરવ્યુ આપવું છે.. તેવું જણાવ્યું હતું. જે બાદ પ્રેસ પ્રતિનિધિએ સર્વપ્રથમ મામલામાં પોલીસને જાણ કરી હતી અને પોલીસે સમયસર પહોંચી પતિને અટકાયતમાં લીધો હતો.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.