પ્રથમ ટ્રીપમાં કલેક્ટર અને વિદ્યાર્થીઓએ સફરની મોજ માણી
રેલ્વે-જમીન અને હવે હવાઇ હસ્તે વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવનું મંદિર જોડાયું છે.
26 જાન્યુ. પ્રજાસત્તાક દિનથી દિવ-સોમનાથ હેલીકોપ્ટર સેવાનો પ્રારંભ કરાયો. જેમાં પ્રથમ ટ્રીપમાં દીવ કલેક્ટર અને વિદ્યાર્થીઓએ સફર કરી સોમનાથ મહાદેવ દર્શન કર્યાં. સોમનાથ ખાતે આ હેલીકોપ્ટર ત્રિવેણી સંગમ હેલીપેડ ઉપર ઉતરશે. આ હેલીકોપ્ટર સેવા જે આ અગાઉ દીવ-દમણ વચ્ચે ચાલતી હતી. તેને સોમનાથ સુધી લંબાવવામાં આવી છે.
હેલીકોપ્ટર સેવાનું ભાડું અને દૈનિક કે અન્ય તેની વિગતો ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડીયામાં બહાર પડશે તેમ માનવામાં આવે છે. દેશ-વિશ્ર્વના પ્રવાસીઓ સોમનાથ-દિવનું આર્કષણ વધ્યું છે. તેવામાં આ સેવા શરૂ થતાં પ્રવાસીઓને અવર-જવર માટે ઝડપી સેવા મળી શકશે.