અરૂણાચલમાંથી પાંચ નાગરિકોને ચીની સેના ઉઠાવી ગઈ: ધારાસભ્યે પીએમઓને ટવીટ કર્યું
ટુંકા સમયમાં બીજી વખત બનેલી ઘટના અંગે પોલીસ પણ અજાણ !!
ભારત અને ચીનની સેના વચ્ચે ચાલતા વિવાદ અને તંગ સ્થિતિ વચ્ચે ચીનની સેનાએ અરૂણાચલ પ્રદેશમાંથી પાંચ નાગરિકોનાં અપહરણ કર્યાની વિગતો બહાર આવી છે.
ચીનની પીપલ્સ લીબરેશન આર્મીના જવાનો અરૂણાચલ પ્રદેશમાંથી પાંચના અપહરણ કર્યા છે. આ લોકો માછીમારી કરવાની ગયા હતા અને ચીની સૈનિકો ઉઠાવી ગયા હતા આ ઘટના અંગે કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ એરીંગે વડાપ્રધાન કાર્યાલયે ટવીટ કરીને જાણકારી આપી હતી.
અરૂણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ એરીંગે જણાવ્યું હતુ કે સુબનગીરી જિલ્લામાંથી પાંચ લોકોના કહેવાતી ચીનની પીએલએએ અપહરણ કર્યા છે. કેટલાક મહિના પહેલા પણ આવી ઘટના બની હતી ભારતે ચીની સેનાનો જવાબ આપવો જોઈએ આ ઘટના અંગે નિગોંગે પીએમઓને ટવીટ કરી જાણકારી આપી બે સ્ક્રીન શોટપણ પીએમઓને મોકલ્યા છે. સરકારે ચીન સામે કાર્યવાહી કરવી જોઈએ અને ચીનની વિસ્તારવાદી નીતિઓની તપાસ કરવી જોઈએ.
નિનોંગ એરીંગ શું કહે છે?
ચીનાઓએ ફરી ઉપદ્રવ શરૂ કર્યો છે. લદાખ અને ડોકલામની જેમ હવે અરૂણાચલ પ્રદેશમાં ઘુસણખોરી શરૂ કરી છે. એ સાબીત થઈ ગયું છેકે પીએલએએ અરૂણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરી છે. આપણા નાગરીકો માછલી પકડવા ગયા હતા ત્યારે જચીની સેનાએ પકડી લીધા હતા. આવું થોડા સમયમાં જ બીજી વખત બન્યું છે. જે ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે. અરૂણાચલ પ્રદેશનાં ભાજપના સાંસદ કિરણ રિજજુ પણ આવી ઘટનાથી માહિતગાર છે. આ પગલાની ઉચ્ચસ્તરે ગંભીર નોંધ લેવાવી જોઈએ.
જિલ્લા પોલીસ વડા શું કહે છે?
સુબનસીરી જિલ્લાના પોલીસ વડા તારૂ ગુસારે જણાવ્યું હતુ કે પોલીસને સોશિયલ મીડીયા થકી આ અંગેની જાણ થઈ છે. જોકે હજુ નકકર વિગતો મળી શકી નથી. અમને કોઈ પરિવાર તરફથી આ અંગે ફરિયાદ કે જાણકારી મળી નથી. પોલીસ સ્ટેશન મારફત અને ઘટના અંગે માહિતી મેળવી રહ્યા છીએ અમે ત્યાંની સેના સુધક્ષ પહોચવાની પણ કોશિષ કરી રહ્યા છીએ.