શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મનીષાબા વાળા દ્વારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની સુચના અનુસાર શહેરમાં વોર્ડ નં.૧૦ના મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે હિનાબેન સુરેશભાઈ વડોદરિયાની નિમણૂંક કરવામાં આવેલ છે.
આ નિમણૂંકને આવકારી વોર્ડ નં.૧૦ના કોંગ્રેસ કોર્પોરેટર અને વિરોધ પક્ષના ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, વોર્ડ પ્રમુખ જગદીશભાઈ ડોડીયા, અંકુરભાઈ માવાણી, મંત્રી નિલેશભાઈ વિરાણી, વોર્ડ આગેવાન લક્ષ્મીબેન પરમાર, રમાબેન મકવાણા, ગાયત્રીબેન પરમાર, દીનાબેન પરમાર, શોભનાબેન, મિતલબેન, વિજયાબેન વગેરેએ આ નિમણૂંકથી શુભેચ્છાઓ પાઠવેલ છે. તેઓના (મો.નં.૯૪૯૯૮ ૦૫૪૩૬) પર મહિલાઓના પ્રશ્નો હલ કરવા હંમેશા તત્પર રહેશે તેવો કોલ આપેલ છે.