21માં કોમનવેલ્થ ગેમ્સના છઠ્ઠા દિવસે શૂટિંગમાં ભારત માટે સારા સમાચાર આવ્યા છે. 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં હીના સિદ્ધુએ ભારતને ગોલ્ડ અપાવ્યો છે. તેની સાથે જ ભારતના ગોલ્ડ મેડલની કુલ સંખ્યા 11 થઈ ગઈ છે. હિનાએ ફાઇનલમાં રેકોર્ડ 38 અંક નોંધાવ્યા. આ પહેલા હિનાએ મહિલાઓની 10 મીટર એર પિસ્ટલમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
મેડલ ટેલીમાં પહેલા નંબરે 109 મેડલ સાથે ઓસ્ટ્રેલિયા છે
અત્યાર સુધી ભારતે 11 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ સાથે કુલ 20 મેડલ જીત્યા છે અને મેડલ ટેલીમાં તે ત્રીજા નંબરે છે.મેડલ ટેલીમાં પહેલા નંબરે 109 મેડલ સાથે ઓસ્ટ્રેલિયા છે. તેણે 41 ગોલ્ડ, 34 સિલ્વર અને 34 બોન્ઝ મેડલ જીત્યા છે.બીજા નંબરે ઈંગ્લેન્ડ છે તેણે કુલ 69 મેડલ જીત્યા છે જેમાં 23 ગોલ્ડ, 26 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com