માળીયાના નવલખી બંદરે વાયુ વાવાઝોડાને પગલે નુકશાનની દહેશતને પગલે તંત્ર એલર્ટ બન્યું હતું અને લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા છે જોકે આજે સાંજે ભારે પવન ફૂંકતા માછીમારોના ઝુપડીઓમાં નુકશાન પહોંચ્યું છે
વાયુ વાવાઝોડુ ફંટાઈ ગયું છે અને હવે ભય ઓછો થયો છે છતાં તંત્ર હજુ પણ સ્ટેન્ડ ટૂ મોડમાં જોવા મળે છે માળીયાના નવલખી બંદરે વાવાઝોડાને પગલે નુકશાન ના થાય તેવા હેતુથી માછીમારોના સ્થળાંતર કરવામાં આવ્યા હતા જેમાં આજે માળિયાના જતના વાડા વિસ્તાર જ્યાં માછીમારો અને પશુપાલન વ્યવસાય કરતા 300 લોકો રહે છે તે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો જેને પગલે માછીમારો અને પશુપાલકોની ઝુપડાના છત ઉડી ગયા છે અને નુકશાની થવા પામી છે જોકે આ વિસ્તારમાંથી લોકોનું અગાઉ જ સ્થળાંતર કરવામાં આવ્યું હોય જેથી કોઈ જાનહાનીના અહેવાલ મળ્યા નથી પરંતુ આજે સાંજે ઓચિંતી ધૂળની ડમરી સાથે ફૂંકાયેલ પવને ગરીબોના ઝુપડાને સારું એવું નુકશાન પહોંચાડ્યું હતું.