બંગાળની ખાડીમાં લો-પ્રેશર, ઉત્તર રાજસન અને દક્ષિણ ઉત્તરપ્રદેશમાં સાયકલોનિક સકર્યુલેશન સર્જાયું: આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાત, કાલથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી: અમુક સ્ળે અતિ ભારે વરસાદ પણ પડી શકે: એનડીઆરએફની પાંચ ટીમો તૈનાત
કાલે સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબી, જામનગર અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના
બંગાળની ખાડી અને તેની સાથે જોડાયેલા દરિયાઈ પટ્ટીમાં લો-પ્રેસર સાથે સાયકલોનિક સકર્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત ઉત્તર રાજસ્થાન અને તેની લાગુ ઝારખંડ, ઉત્તર છત્તીસગઢમાં સાયકલોનિક સકર્યુલેશન અને દક્ષિણ ઉત્તરપ્રદેશમાં સાયકલોનિક સર્ક્યુલેશન એમ એકી સાથે ત્રણ સીસ્ટમો સક્રિય થતાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આજી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં જ્યારે કાલથી સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. રાજકોટ-કચ્છ-અરવલ્લી નવસારી અને પાટણમાં એનડીઆરએફની પાંચ ટીમો તૈનાત કરવામાં આવી છે. મામલતદારથી લઈ ડે.કલેકટર સુધીના તમામ અધિકારીઓની રજા રદ્દ કરવામાં આવી છે અને ૩૦મી સુધી કોઈને હેડ કવાર્ટર ન છોડવા તાકીદ કરાઈ છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં દરિયાઈ સપાટીથી ૭.૬ કિ.મી.ની ઉંચાઈ પર સાયકલોનિક સકર્યુલેશન સાથે લો-પ્રેસર સર્જાયું છે. આ ઉપરાંત ઉત્તર રાજસ્થાન અને તેને લાગુ ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢમાં સાયકલોનિક સકર્યુલેશન બન્યું છે. તથા ઉત્તરપ્રદેશમાં પણ એક સાયકલોનિક સકર્યુલેશન સર્જાયું છે. જેની અસર તળે આજી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૨ જ્લ્લિાના ૧૩૪ તાલુકામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ૨૮ થી ૩૧ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમુક એકદ-દોકલ જગ્યાએ અતિ ભારે વરસાદની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.
આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં અતિ ભારે વરસાદ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબી, જામનગર અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ૨૯મી જુલાઈએ ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, સૌરાષ્ટ્ર-કચ્છના સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર મોરબી તથા કચ્છ પ્રદેશમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
આ ઉપરાંત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવી છે. ૩૦મી જુલાઈના રોજ કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યકત કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં, ભારે વરસાદ અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શકયતા આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. અધિકારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે અને રાજ્યમાં એનડીઆરએફની ૫ ટીમો તૈનાત કરી દેવાઈ છે.