જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બારે બરફવર્ષાના કારણે ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. હિમાચલના શિમલા, મનાલી, કિન્નૌક અને ડલહૌજી સહિત ઘણાં વિસ્તારોમાં રવિવારે ભારે બરફવર્ષા થઈ હતી.

બીજી બાજુ જમ્મુમાં વૈષ્ણવદેવી મંદિરના પહાડો ઉપર પણ ભારે બરફવર્ષા થઈ હતી. ઉત્તરાખંડમા મસૂરીના ઘનૌટી અને સુરકંડા વિસ્તારોમાં રવિવારે બરફવર્ષા થઈ હતી અને જે સોમવારે પણ ચાલુ હતી.

Screenshot 9 1

દિલ્હીમાં રવિવારે થયેલા વરસાદ પછી સોમવારે ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. તેના કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી જનારી મોટાભાગની ફ્લાઈટ લેટ ઉડાન ભરી રહી છે. આ ઉપરાંત દિલ્હીથી પસાર થતી 13 ટ્રેન પણ લેટ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.