મહિલાઓને સ્વાવલંબી બનાવવા અખિલ ભારતીય સુવર્ણકાર સમાજ વિકાસ એવમ શોધ સંસ્થાન દ્વારા આયોજન: આવતીકાલે છેલ્લો દિવસ
અખિલ ભારતીય સુવર્ણકાર સમાજ વિકાસ એવમ શોધ સંસ્થાન દ્વારા ઉઘોગ- હસ્તકલા એકઝીબીશનનું આયોજન નાગર બોડીંગ, વિરાણી ચોક ખાતે કરવામાં આવેલ છે. જેમાં મહીલાઓ સ્વાવલંબી બને અને પુ‚ષ સમોવડી બને અને એમને પ્લેટફોર્મ પુરુ પડી રહે છે. આ એકસ્પોનો હેતુ છે જેનું આયોજન જીજ્ઞેશ વાગડીયા અને મહીલા ટીમએ કરેલું છે. જેનું ઉદધાટન એન.સી. પાટડીયા અને જીજ્ઞેશ વાગડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ દ્વારા વિવિધ વેસ્ટર્ન આઉટ ફીટ, કુર્તીઓ, જવેલરીના વિવિધ અવનવા શોપ અને સ્ટોલ રાખેલ છે. જેથી આજની મહિલાઓ પણ પોતાના ગૃહ ઉઘોગને વેગ આપી અને સમાજમાં સ્થાન પ્રાપ્ત કરે.અબતક સાથેની વાતચીત દરમિયાન સંસ્થાના પ્રમુખ જીજ્ઞેશ વાગડીયાએ જણાવ્યું હતું કે આ જે અમારો હેતું છે એ બહેનોના પ્રોત્સાહન માટે છે. બહેનોને પ્રોત્સાહીત રુપે એઝીબીશનમાં તેની હાથની બનાવટની વસ્તુ તેનું સેલીગ અને તેના પ્રોત્સાહન માટેનો અમે કાર્યક્રમ રાખીએ છીએ આ અમારો ચોથો પ્રોગ્રામ છે.
ઓલ રાજકોટ ખાતેના બહેનો હાથની વર્કની વસ્તુ ત્યાં સેલીંગ કરે અને આ કાર્યક્રમના અમને પ્રોત્સાહીત રુપે અમને શુભાશીષ મળેલા છે. એવા ડો. વસાવડા અને ચેરીટેબલ કમીશ્નર પાટડીયા, કનુકાકા અને આયોજન કમીટીના મેમ્બર્સથી આ પ્રોગ્રામ અહી સુધી પહોચેલો છે.
આમા લગભગ ૩પ સ્ટોલ બુક થયેલા છે અને તેમાં સાડી વર્ક, કુર્તી વર્ક, બેંગલ મેલા, જવેલરી શોપ અને ખાસ કરીને શરબત શેસનની આપણે વસ્તુ અહીં મુકેલી છે.ખાસ કરીને બહેનોને અત્યારે જે સ્ટેજ મળે તેમાં બહેનોને સારી કામગીરી મળે તે અમારો ભાવ છે.આજ વખતે નવો લુક જે બહેનો પહેલા ભાગ લેતા એની પાસે નવી વસ્તુ જાણવા મળી છે પહેલા કરતા આજ તેઓ ઘડાઇ ગયા છે. અને સારી વસ્તુઓ તેઓ બનાવીને લાવ્યા છે.
ખાસ કરીને પ્રદર્શન જુઓ તો પહેલાના સેશનમાં અને અત્યારના સેશનમાં ટોપ લેવલની બધ વસ્તુઓ ફંકશનમાં છે. શરબત પોઝ છે. કુર્તી પોઝ છે. બહેનો આ રીતે પ્રગતિ કરતી રહે એ પગભર રહી પોતાનું કામ આગળ ધપાવે છે એ અમારી આશા છે જવા પણ જરુર પડે ત્યાં અમારી સંસ્થા હાજર રહેશે. અને ટોટલી પબ્લીક પણ અમને સાથ સહકાર આપે તેવી આશા છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન એન.સી. પાટડીયા કે જે આસિસટન્ટ ચેરીટી કમિશનર વડોદરાના છે એમને જણાવ્યું હતું કે જીજ્ઞેશભાઇ વાગોડીયા એ જે આયોજન કરેલું છે ફકત બહેનો માટે કે જેનાથી એ પગભર થાય અને પુરુષોની સાથે પગ મેેળવી આગળ વધી વિકાસ થાય તેના માટે હસ્તકલા ગૃહઉઘોગ એકસ્પોનું આયોજન છે હું સંદેશો આપવા માંગુ છું કે આવા એકઝીબીશન થતા રહે જેથી સુવર્ણકાળ સમાજનો અને બહેનોનો વિકાસ માટે આવા આયોજન થાય તેવી માહી શુભેચ્છા છે.
અબત સાથેની વાતચીત દરમિયાન ઉઘોગ હસ્તકલા એકઝીબીશનમાં પોતાનો સ્ટોલ રાખનાર મીતાબેનએ જણાવ્યું હતું કે મારા શોપનું પ્રમોશન થાય તે હેતુથી મે અહીંયા પાર્ટરીપેટ કરેલું છે. બધી જ ફેન્સી બોમ્બે સ્ટાઇલ વેરાપેટીઓ માં કુર્તી, જીન્સ વેસ્ટન ટોપ વગેરે રાખેલ છે જે અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે.
દિપક પાટડીયાએ કહ્યું હતું કે આજુ બહુ જ સારુ અનુભવી રહ્યો છું કારણ કે અમે હોલસેલમાં કરતા હતા પરંતુ એકઝીબીશનનો સ્કોપ જોઇ સ્ટાર્ટ કરેલું છે. અમારુ પોતાનું જ મેન્યુફેકચરીંગ છે અને અમારુ પોતાનું જ ટ્રેડીંગ છે મારા સ્ટોલમાં વિવિધ પ્રકારની બંગડીઓની વેરાયટીઓ છે જેમાં ર૦૦ થી ૬૦૦ સુધીની રેન્જ છે. અમારી નીચે ૭૦ લેડીઝ કામ કરે છે અને તેનું મીના પુરવાનું કામ કરી રોજગાર મેળવે છે. સ્ટાટીંગ માં જ સારો રીસ્પોન્સ મળ્યો છે. અમને ૧૦૦ ટકા ગેરેન્ટી છે. અમને સારો રીસપોન્સ મળશે કારણ કે અમારી વડોદરા, ચેન્નાઇ દિલ્હીમાં ચાલે છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન ભાવના લાલવાણીએ જણાવ્યું હતુ કે, અમારે વેસ્ટર્નવેરનો સ્ટોલ છે. જેમાં ટીનએજર ગર્લ્સથી લઈને બધી જ મહિલાઓ પહેરીશકે તેવું કેસ્ઝયુઅલ વેરને લગતી બધી જ વેસ્ટર્ન આઉટફીટ પર છે. અમા‚ ડીઝાઈનર કલેકશન છે. કે જેથી લોકોને ખ્યાલ આવે કે વેસ્યર્નવેરમાં શું આવે ? સારી રીતે નવુ નવુ કલેકશન મળતુ રહે તે પણ અમે આપીએ છીએ અમારી ૨૫૦ થી ૧૦૦૦ સુધી રીઝનેબલ કિંમત છે.જે બધાને યોગ્ય નીવડે જેથી સારી પ્રાઈઝમાં સા‚ મળી શકે ઘરા ખરા એકસ્પોનાં પાર્ટીસીપેટ કરેલુ પરંતુ આમાં પણ સારા જ મળ્યો છે. વેસ્ટર્ન વેરમાં અમે મટીરીયલની ગેરંટી પણ આપી એ છીએ જેથી ડીઝાઈનર અને નવી વેરાયટી મળી રહે. કેવી રીતે ડીઝાઈનર કલેકશન આપવું એ અમારો હેતુ છે. બધા જ સારા ફેમીલી મીડીલ કલાસ કે રીચ કલાસ બધો સારી કવોલીટી, ગેરંટી વાળુ કલેકશન મળે એ અમારો હેતુ છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન રીટા કન્સાંરાએ જણાવ્યું હતુ કે, બધાને પ્યોર વસ્તુ મળે ભાવની વાત કરીએ તો ઓછા ભાવે ભેળસેળ વગરની પ્યોર સરબતની આઈટમ મળી રહે તે અમારો હેતુ છે. અને કસ્ટમરને ડાઉટ હોય તો લેબોરેટરી ટેસ્ટ પણ એ કરાવી શકે છે. અમે સરબત, પોટેટો ફલેકશ, વિવિધ મસાલા રાખેલા છે. ઈન્સટન્ટ બટાકાનો માવો, વોટર એડ કરવાથી પોટોટે ફલેકશ દ્વારા બની જાય. અમે ઘણા એકસ્પોમાં પાર્ટ કરેલ છે. અને આજે આમાં પણ સારો ૧૦૦% રીસપોન્સ મળશે ટ્રસ્ટી અને આયોજકો બધાનો સહયોગ બહુ જ સારો છે.