હાર્દિક પટેલ જે અનામત આંદોલનના અને પાટીદારના હિતને લઈ અને જે રીતે લડત આપી રહેલ હતા અને પાટીદાર સમાજ ઉપર જે રીતે પ્રભુત્વ જમાવે અને ત્યારબાદ હાર્દિકે રાજકીય મહત્વકાંક્ષા પુરી કરવા કોંગ્રેસ પાર્ટીનો હાથ જાલે ત્યારથી હાર્દિકની મુશ્કેલીમાં વધારો થઈ રહેલ છે. હાર્દિકે લોકસભાની ચુંટણી લડવાની ઈચ્છા જાહેર કરેલ અને તૈયારી બતાવેલ પરંતુ કોર્ટ કેસોને લઈ હાર્દિકની મહત્વકાંક્ષા અધુરી રહી ગયેલ અને હાર્દિક કોંગ્રેસના પ્રચાર-પ્રસારમાં લાગી ગયેલ છે ત્યારે હાર્દિકને લઈ રોજબરોજ વિવાદ પણ વધતો જઈ રહ્યો છે.
બે દિવસ પહેલા હાર્દિકે ટવીટર ઉપર ‘બેરોજગાર હાર્દિક’ કે જે ચોકીદારની જગ્યાએ પોતાને અને ભાજપ ઉપર બેરોજગારીને લઈ ચાબખા મારતા બેરોજગાર શબ્દ અપનાવે પરંતુ ગઈકાલે હાર્દિક હેલીકોપ્ટરમાં ઉડતા લોકોનો અને ભાજપની ખુબ જ ટીકા સહન કરવી પડે કે હેલીકોપ્ટરમાં ઉડવાવાળા બેરોજગારો દેશ ઉપર ભારી બની રહ્યા છે અને હાર્દિકને બેરોજગારી શબ્દ હટાવવા મજબુર બનેલ. ત્યારબાદ હાર્દિકનું ચોપર કે જે કોંગ્રેસે મહિસાગર જિલ્લાના લુણાવાડ ગામે ચોપરનું ખેતરમાં ઉતરાણ માટે તૈયારી કરેલ ત્યાંના ખેડુતે વિરોધ કરેલ અને હાર્દિકનું હેલીકોપ્ટરને લેન્ડીંગ થવા નહોતું દીધું અને અંતે હાર્દિકે રોડ-રસ્તે પ્રવાસે ખેડવો પડે.
પાટીદાર અનામત આંદોલનને લઈ જે રીતે ખેડુતોમાં અને પાટીદારોમાં એક અપેક્ષા અને હાર્દિક તરફની આશા જાગે પરંતુ હાર્દિકે પોતાનો રાજકિય મનસુબો પુરો કરી દેવા કોંગ્રેસનો હાથ પકડેલ ત્યારથી પાટીદાર સમાજ અને પાસના લોકો નારાજ થઈ ગયેલ છે અને હાર્દિકને લોકો તકવાદી અને સમાજ સાથે દ્રોહ કરવાનો આક્ષેપ લગાવી રહેલ છે ત્યારે જોવાનું રહ્યું કે, હાર્દિકને રાજકીય કારકિર્દી રોળાઈ જશે.
વઢવાણના બલદાણામાં જાહેરસભામાં હોબાળો હાર્દિક પટેલને અજાણ્યા શખ્સે લાફો માર્યો
કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલ સામે સતત વધતો જતો રોષ
પાટીદાર અનામત આંદોલન સમિતિના ક્ન્વિનર હાર્દિક પટેલે કોંગ્રેસનો પંજો પકડયા બાદ તેની સામે સતત લોકોનો રોષ વધી રહ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણા ગામે આજે હાર્દિક પટેલની જાહેરસભામાં ભારે હોબાળો મચી ગયો હતો. એક અજાણ્યા શખ્સે સ્ટેજ સુધી ધસી આવી હાર્દિક પટેલને ૩-૪ ફડાકા ઝીંકી દેતા રાજયભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વઢવાણના બલદાણા ગામે આજે સવારે હાર્દિક પટેલની એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાર્દિક સ્ટેજ પરથી જેવું સભા સંબોધવાનું શરૂ કર્યું કે એકાદ મિનિટમાં એક અજાણ્યો શખ્સ હાથમાં સાલ લઈ સ્ટેજ સુધી ધસી આવ્યો હતો અને હાર્દિક પટેલનું સન્માન કરવાનું કહી સ્ટેજ પર આવ્યા બાદ તેને હાર્દિકના ગાલ પર જોરદાર તમાચો ઝીંકી દીધો હતો.
આ ઘટના બાદ આ અજાણ્યા શખ્સને કોંગ્રેસના કાર્યકરોએ પકડી લીધો હતો. સમગ્ર રાજયમાં આ ઘટના બાદ ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ આ અજાણ્યા શખ્સને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પાટીદારોને અનામત માટે તે માટે ચાર વર્ષ સુધી લડાઈ ચલાવ્યા બાદ હાર્દિકે કોંગ્રેસનો હાથ પકડી લેતા તેની સામે નારાજગી વધી રહી છે.