ખેડુતોને કડકડતી ઠંડીમાં રાત્રીનાં સમયે પાકને પાણી પાવવા જવુ પડી રહ્યું છે
હાલ સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા પણ ખૂબ ઠંડી હાલ પડી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ ઠંડી એ જોર પકડ્યું છે ત્યારે જીલ્લા નું તાપમાન હાલ દિવસ દરમિયાન ૨૧ સે. અને રાત્રિ દરમિયાન તે ઘટી ને ૧૫ સે. જેટલું હાલ સુરેન્દ્રનગર જીલ્લા મા થઈ જય રહ્યુ છે.
ત્યારે હાલ સારી એવી ઠંડી પડવા ના કારણે સુરેન્દ્રનગર ઝાલાવાડ પંથક ના ખેડૂતો દ્વારા જીરું કે અન્ય પાકો હાલ પોતાના ખેતરો મા લેવા મા આવી રહ્યાં છે.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો ખૂબ મહેનત અને લગનથી કામ કરી પોતાના ખેતરો મા સારું એવું ઉત્પાદન હાલ મેળવી રહા છે.
ત્યારે હાલ કેનાલો મા પાણી પણ તંત્ર દ્વારા આપવા મા આવી રહ્યુ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા પસાર થતી નર્મદા કેનાલમાં પાણી આપવા મા આવતા ખેડૂતો ના ખેતરો મા લીલાછમ પાક હાલ જોવા મળી રહ્યાં છે. ત્યારે ગઈ કાલે ખેડૂતો સાથે વાતચીત કરવા મા આવતા ખેડૂતો ને રાત્રિ દરમિયાન વીજળી મળતી હોવા થી ખેડૂતો એ રોસ વ્યક્ત કર્યો હતો.સુરેન્દ્રનગર જીલ્લા ના આજુ બાજુ ના વિસ્તારો અને ગામડાઓ મા ખેડૂતો એ વાવેલા પાક માટે પાણી પીવડાવવું ખૂબ જરૂરી છે ત્યારે સુરેન્દ્રનગર પંથક મા શિયાળા દરમિયાન રાત્રિ ના ૧૦ વાગ્યા પછી વીજળી આપવા મા આવતા ખેડૂતો એ રોસ વ્યક્ત કર્યો હતો.