એક બાજુ ૪ હજાર વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક, બીજી બાજુ વૃક્ષનું નિકંદન
જામનગરમાં સ્પોર્ટસ સંકુલ પાસે વૃક્ષછેદનથી પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. જામ્યુકો દ્વારા નડતરરુપ ડાળીઓ કાપવાની સાથે સૂકાયેલું વૃક્ષ કાપી નાખવામાં આવતા આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. શહેર જીલ્લામાં ગરમીમાં ઉતરોતર વધારો અને વરસાદમાં ધટાડાના પગલે જામ્યુકો અને વન વિભાગે પર્યાવર પ્રેમીઓની બેઠક બોલાવી વધુને વધુ વૃક્ષનું વાવેતર કરવા અનુરોધ કરી મનપાએ શહેરમાં ૪૦૦૦ વૃક્ષ વાવેતર કરવામાં આવશે તેમ જાહેર કર્યુ હતું. બીજી બાજુ સ્પોટસ સંકુલ પાસે આવેલા તળાવની પાળના ઢાળીયા પર વૃક્ષોની મસમોટી ડાળી અને અન્ય એક સૂકાયેલું વૃક્ષ ગાર્ડન શાખાએ કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.
સુચના મુજબ ડાળી અને સુકાયેલું વૃક્ષ દૂર કરાયું: સીટી એન્જી.
પર્યાવરણ પ્રેમીઓ સાથેની બેઠકમાં મનપાના કમિશ્નરે આપેલી સુચના મુજબ માર્ગોમાં નડતરરુપ અને રાહદારીઓ તથા વાહન ચાલકો માટે જોખની વૃક્ષ ની ડાળી દુર કરવામાં આવી છે. ઉ૫રાંત સૂકાયેલું વૃક્ષનું થડ પણ બેઠકમાં આપવામાં આવેલીી સુચના અનુસાર કાપવામાં આચવ્યું છે. શેલેષ જોશી, સીટી એન્જીનીયર જામ્નયુકો