નિવૃત સૈનિકોના પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓ અન્વયે ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા વિસ્તારનાં નિવૃત આર્મીમેનના મંડળના રમેશભાઈ રોકડ, ગંભીરસિંહવાળા સહિત રિટાયર્ડ આર્મીમેનોએ સાથે મળી આજરોજ ધોરાજી મામલતદાર કચેરી ખાતે સુત્રોચ્ચારો અને પોસ્ટર, બેનર્સ લઈ ધોરાજી મામલતદારને લેખીત આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવેલ કે માજી સૈનિકોને મળતી ઘરથાળની જમીન મળવા બાબતે, માજી સૈનિકોને વર્ગ-૪ની નોકરીમાં ૨૦% અનામત તેમજ અન્ય રાજયોની સરખામણીએ એન્જીનીયરીંગ અને મેડિકલ કોલેજોમાં થતો અન્યાય દુર કરવા, ૨ એકર મળવાપાત્ર ખેતીની જમીન ફાળવણીમાં ઉદાસીનતા તેમજ હેલ્થ પરમીટના વિવિધ મુદાઓમાં સરકાર દ્વારા અન્વયે ઘરનું કરવા માંગણી કરાઈ હતી. ધોરાજી મામલતદારે નિવૃત આર્મીમેનો દ્વારા અપાયેલ આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવા ખાતરી આપી હતી.