વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારમાં ગુજરાત અને સૌરાષ્ટ્રને માનભેર સ્થાન મળી રહ્યું છે. કેબિનેટમાં આ ફેર બદલી અને વિસ્તરણ બાદ હવે આ શરૂ થયેલી કેબિનેટની રચનાઓમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવા નેતાઓને પ્રાથમિકતા આપી છે. તેમાં પણ મનસુખભાઇ માંડવિયાનું માન વધ્યું હોય તેમ કેન્દ્રની રાજકીય બાબતોની કમિટિમાં મનસુખભાઇ માંડવિયાને સ્થાન મળ્યું છે.
મનસુખભાઇ માંડવિયા ઉપરાંત સ્મૃતિ ઇરાની, ભુપેન્દ્ર યાદવ, સત્યેન્દ્ર સોનીવાલ, જ્યોતિરાદિત્ય સિંધીયા, ગીરીરાજ સિઘ સહિતના અનેક મંત્રીઓને જગ્યા આપવામાં આવી છે. ભુપેન્દ્રસિંહ યાદવને તમામ મહત્વની સમિતિઓમાં સામેલ કરવામાં આવ્યાં છે. મનસુખભાઇ માંડવિયાને રાજકીય બાબતો સાથે જોડાયેલી કેબિનેટ કમિટિમાં સામેલ કરવામાં આવ્યાં છે.
તેમની સાથે ભુપેન્દ્ર યાદવ, સ્મૃતિ ઇરાની, સર્વાનંદ સોનપાલ, ગીરીરાજસિંઘ, પ્રહ્લાદ જોષી, પિયુષ ગોયલ, નરેન્દ્રસિંહ તોમર, નિર્મલા સિતારમન, નિતિન ગડકરી સહિતના મંત્રીઓ સાથે મનસુખભાઇ માંડવિયાને રાજદ્વારી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે અલગ-અલગ રચવામાં આવેલી સમિતિમાં સંકલન આર્થિક સમિતિ રોકાણ અને વૃધ્ધિ સમિતિ, શ્રમ અને કૌશલ્ય-વિકાસ સમિતિ, સસંદીય બાબતોની સમિતિ અને રાજદ્વારી સમિતિઓની રચના કરી છે. સમિતિના કાયમી સભ્યો ઉપરાંત વિવિધ મંત્રાલયના મંત્રીઓને ખાસ આમંત્રિત સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે.