સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ અસહ્ય બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બપોર બાદ અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. રાજુલામાં અડધી કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા શહેરની બજારોમાં નદીની જેમ પાણી વહ્યું હતું.

રાજુલાના બર્બટાણા, ડુંગર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેતર બહાર પાણી નીકળી ગયા હતા. વાડી વિસ્તારોમાં પાણી ભરાતા ખેડૂતો ઘરે આવવા માટે મુશ્કેલીમાં મુકાયા છે. પાણી ઉતરે પછી જ ખેડૂતો ઘરે આવી શકે તેવી સ્થિતિની નિર્માણ થયું છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

ખાંભાના ડેડાણ ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારથી મેઘરાજાએ વિરામ લીધા બાદ બપોર બાદ ફરી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી ખેતરો પાણીથી છલકાયા છે. વરાપની આશા પર ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.