આજે અષાઢી બીજ છે. ત્યારે શુકન સાચવવા માટે મેઘરાજાએ રાજકોટ જિલ્લામાં પધરામણી કરી હતી. ભારે ગરમી અને બફારા બાદ ગોંડલમાં વરસાદ વરસ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
બીજી તરફ રાજકોટમાં પણ બપોર બાદ વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું.
ગોંડલમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકોમાં મુશ્કેલી પડી હતી. ગોંડલ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના મોવિયા ગામે ધોધમાર વરસાદથી વોંકળા છલકાયા હતા. આથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.