અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો- છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વરસાદના કારણે લોકોને ઘણું નુકસાન થયું છે. ઉમરગામ તાલુકાનાં નારગોલ ગામની આ ઘટના છે.
નરગોલના નવાતળાવ આંગણવાડીમાં મકાનનું છત તૂટી પાડવાની ઘટના બની છે. ભારે વરસાદના કારણે આ ઘટના બની છે. આ મકાનની દીવાલમાં તિરાડ પડવાથી મકાનનું છત રાત્રીના સમયે ધડાકે ભેર તુંટી પડ્યું હતું. છતના પતરા પણ તૂટી પડ્યા છે. અહી સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી.
આવી જ રીતે વાવાઝોડા સમયે માંગેલવાડ આંગણવાડીનું છત પણ તૂટી પડી હતી અને અત્યારે ચોમાસની શરૂઆતમાં ભારે વરસાદના કારણે રાત્રીના સમયે નારગોલની આંગણવાડીની દીવાલમાં તિરાડ પડતા છત ધડાકા ભેર તુંટી ધરાશય થયું હતું. આ આંગણવાડીનું નુકસાન થયા બાદ ગામના સરપંચ તથા ઉપ સરપંચે ક્ષતિગ્રસ્તવિસ્તાર આંગણવાડીની મુલાકાત લીધી હતી.