ભાયાવદર, ગઢાળા, સાવંત્રા, લાઠ, ઉપલેટા પંથકમાં બે દિવસમાં 10 થી 1ર ઇંચ વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાયા

ઉપલેટામાં અત્યાર સુધીમાં 45 ઇંચ જેવો વરસાદ પડતા ભારે ખાના ખરાબી થઇ છે. છેલ્લા બે દિવસ થતાં સતત પડી રહેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. પાક સંપૂર્ણ નાશ થએલ છે અને અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઉભી થતાં ખેડુતો ચિંતામાં મૂકાયા છે.

ગઇકાલે ભાયાવદર, ગઢાળા, માંજીરા, કલારીયા વિસ્તારમાં પાંચ થી સાત ઇંચ જયારે ભાદર પટ્ટીના લાઠ, ભિમોરા, મજેઠા, કુઢેચ સહિત ગામોમાં પાંચ થી 6 ઇંચ વરસાદ વરસના ખેતરોના પાકને ભારે નુકશાની થવા પામેલ છે. જયારે પાનેલી પંથકમાં ત્રણથી ચાર ઇંચ ઉપલેટા શહેરમાં ચારવરસાદ વરસતા મોટા ભાગના ખેતરોમાં પાણી ભરાઇ જવાને કારણે કપાસ, સોયાબીન, મગફળીના પાક સંપૂર્ણ ફેલ થઇ ગયા છે. અતિવૃષ્ટિ જેવું ચિત્ર ઉભું થયું છે.

મોજ – વેણુના પાટીયા ખોલતા નદી નાળા જળ બંબાકાર

ગઇકાલે મોજ અને વેણુ ડેમ ઉપરના વિસ્તારમાં ભારે વરસાદ પડતા પાણીની જોરદાર આવક થતા મોજ ડેમના તમામ ર7 પાટીયા  સાત ફુટ ખોલી નખાયા હતા જયારે વેણુ ડેમના 18 પાટીયા 13 ફુટ ખોલી નખાતા મોજ અને વેણુ નદી અને વોકળામાં ભારે પાણી આવતા જળબંબાકાર થઇ ગયા હતા બન્ને નદીમાં ભારે પાણી જોવા લોકો પણ ઉમટી પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.