જિલ્લામાં ખેતી નિષ્ફળ જાય તેવા એંધાણ દર્શાવતા ખેડૂતો

સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે અને કૃષી ક્ષેત્રે  મહત્વનું સ્થાન ધરાવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વઢવાણ તાલુકાના મેમકા આજુબાજુમાં ૧૫૦૦ વિધા જમીનમાં વરસાદી પાણી ભરાતાં ખેડુતોના પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાય છે ખેડુતોનો આક્ષેપ છે કે જે ખજેલીથી સાંકળી નો નવો રસ્તો બનાવ્યો તેમાં કોઇ કોઝવે નહિ મુકતા પાણી ભરાયા. સમગ્ર રાજયમા સુરેન્દ્રનગર જીલ્લો કપાસ સહિતના પાકોમાં અને ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અને જીલ્લા માથી દેશ વિદેશ સુધી કપાસની નિકાસ કરવામાં આવે છે. ચાલુ વર્ષે જીલ્લામાં ખેડુતોએ મોંઘા ભીયારણો, ખાતર અને તનતોડ મેહેનત કરી અને હજારો હેકટર જમીનમાં કપાસ, એરડા, જુવાર અને લીંબુ જેવા બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવેલ હતું. પરંતુ  ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં સીઝનનો વરસાદ કરતા વધુ વરસાદ નોધાયો છે અને સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા બે દીવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વઢવાણ તાલુકાના મેમકા ગામ અને આજુબાજુમાં અંદાજે પંદરમો વીઘા જમીનમાં ઢીચણ સમાણા વરસાદી પાણી ભરાઈ જતા ખાડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ રેહેતા ખેડુતોના વાવેતર કરેલા પાકો નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાય છે.

IMG 20190930 WA0181

સમગ્ર રાજયમા વરસાદ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદ થતાં વઢવાણ તાલુકાના મેમકા ગામ આજુબાજુમાં અંદાજે પંદરસૌ વિઘા જમીનમાં પાણી ભરાતાં ખેડુતોએ આક્ષેપ કર્યો હતો કે જે આ વિસ્તારમાં ખજેલીથી સાંકળી જવા માટે નવો રસ્તો સરકારે બનાવ્યો તેમાં કોઇ કોઝવે કે કોઇ પાણી નિકાલના પાઇપો ન મુકાતા ખેતરોમાં પાણી ભરાઇ ગયું છેને હવે આ પાણી પંદર દિવસ સુધી નહિં  ઓશરે જેથી અમોના વાવેતર કરેલ તલ, જુવાર, કપાસ જેવા પાકો નિષ્ફળ જશે જેથી ખેડુતો પાયમાલ બનશે અને ખેડુતોને આપધાત કરવાનો વારો આવશે જેથી સરકાર ખેડુતોને વરસાદથી થયેલ નુકશાનની તાત્કાલીક સાહય જાહેર કરે તેવી માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.