સેન્ટ્રલ ઝોનમાં ‚ રૂ.૧૫.૨૦ કરોડ, વેસ્ટ ઝોનમાં ‚ રૂ.૮.૯૬ કરોડ અને ઈસ્ટ ઝોનમાં ‚ રૂ.૮.૧૦ કરોડની નુકસાની: રાજય સરકાર પાસે સહાય માંગતું કોર્પોરેશન: ૧લી ઓકટોબરથી ડામર કામ શ‚ કરાશે
રાજકોટમાં છેલ્લા ૧૧ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે શહેરના ત્રણેય ઝોનના રસ્તાઓને ‚ા.૩૨.૨૬ કરોડનું નુકસાન થયું છે. આ માટે મહાપાલિકા દ્વારા રાજય સરકાર પાસે ખાસ સહાય માંગવામાં આવશે. રસ્તાઓ ફરી બનાવવા ટુંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શ‚ કરી દેવામાં આવશે અને ૧લી ઓકટોબર એટલે કે દિવાળી પહેલા રસ્તાઓના કામ શ‚ કરી દેવાશે તેમ આજે પત્રકાર પરિષદમાં મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવયું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટમાં વર્ષ ૨૦૧૦માં સૌથી વધુ ૫૪ ઈંચ વરસાદ પડયો હતો. આ વર્ષે જુલાઈ માસમાં છેલ્લા ૭૦ વર્ષમાં રેકોર્ડબ્રેક ૩૯ ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. જેના કારણે, રસ્તા, ગટર વ્યવસ્થા અને ઈન્ફ્રાસ્ટ્રકચરને નુકસાની થવા પામી છે. રસ્તાઓના ભારે નુકસાનીના કારણે લોકોને અવર-જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજેતરમાં મહાપાલિકા દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં વોર્ડ વાઈઝ રસ્તા નુકસાની અંગેનો સર્વે હાથ ધરવામાં આવેલ છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૨માં ‚ા.૩.૭૫ કરોડ, વોર્ડ નં.૩માં ‚ા.૧.૦૫ કરોડ, વોર્ડ નં.૭માં ‚ા.૩.૯૦ કરોડ, વોર્ડ નં.૧૩માં ‚ા.૨.૦૫ કરોડ, વોર્ડ નં.૧૪માં ‚ા.૧.૫૫ કરોડ અને વોર્ડ નં.૧૭માં ‚ા.૨.૯૦ કરોડ સહિત સેન્ટ્રલ ઝોનના રસ્તાઓને ‚ા.૧૫.૨૦ કરોડની નુકસાની થવા પામી છે. જયારે વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧માં ૮૩ લાખ, વોર્ડ નં.૮માં ‚ા.૧.૭૦ કરોડ, વોર્ડ નં.૯માં ‚ા. ૧.૭૫ કરોડ, વોર્ડ નં.૧૦માં ‚ા.૯૭ લાખ, વોર્ડ નં.૧૧માં ‚ા.૧.૭૪ કરોડ, વોર્ડ નં.૧૨માં ‚ા.૧.૯૭ કરોડ સહિત વેસ્ટ ઝોનમાં ‚ા.૮.૯૬ કરોડની નુકસાની થવા પામી છે.
જયારે ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૪માં ‚ા.૧.૬૦ કરોડ, વોર્ડ નં.૫માં ‚ા.૧.૨૦ કરોડ, વોર્ડ નં.૬માં ‚ા.૧.૧૯ કરોડ, વોર્ડ નં.૧૫માં ‚ા.૧.૩૧ કરોડ, વોર્ડ નં.૧૬માં ‚ા. ૬૦ લાખ અને વોર્ડ નં.૧૮માં ‚ા.૨.૨૦ કરોડ સહિત કુલ ‚ા.૮.૧૦ કરોડની નુકસાની થવા પામી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારે વરસાદના કારણે રાજકોટના રસ્તાઓને ‚ા.૩૨.૨૬ કરોડનું નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. આ માટે મહાપાલિકા રાજય સરકાર સમક્ષ આ નુકસાનીની અલગ સહાય પેટે ગ્રાન્ટ ફાળવવા રજુઆત કરશે અને સરકારે પણ આ માટે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. સાથોસાથ શકય તેટલી મદદ કરવાની બાંહેધરી આપી છે. શહેરમાં ૨ અને ૫ વર્ષની ગેરેન્ટીવાળા જે રોડ બનાવવામાં આવ્યા છે તેવા એક પણ રોડને બહુ નુકસાન થવા પામ્યું નથી. આટલું જ નહીં ચાલુ સાલ ડામરના જે કામો હાથ ધરાયા છે તેને પણ વધુ નુકસાની થવા પામી નથી. રોડ-રસ્તાના કામો ઝડપથી શ‚ થાય તે માટે આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ૨૧મી ઓગસ્ટ સુધીમાં ટેન્ડર ફાઈનલ કરી દેવામાં આવશે. ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ ૧લી ઓકટોબરથી ડામરના કામો ફરી શ‚ કરવામાં આવશે. પત્રકાર પરિષદમાં મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની ઉપરાંત ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના દંડક રાજુભાઈ અઘેરા, બાંધકામ સમિતિના ચેરમેન મુકેશ રાદડિયા, ડે.મ્યુનિસિપલ કમિશનર અ‚ણ મહેશ બાબુ તથા ત્રણેય ઝોનના સિટી એન્જીનીયર ચિરાગ પંડયા, મહેન્દ્ર કામલીયા અને ભાવેશ જોશી ઉપસ્થિત રહ્યા હતા.