હૈદરાબાદમાં સોમવારે થયેલા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને પૂરની સ્થિતિ પેદા થઇ ગઈ છે. આ પરિસ્થિતિ માટે સોમવારે સાંજે થયેલા ધોધમાર વરસાદને મુખ્ય કારણ માનવામાં આવે છે. આ વરસાદના કારણે ૩ લોકોના મોત નીપજ્યા છે.
હવામાન વિભાગના અધિકારીઓ પ્રમાણે સાંજે સાડા ચારથી આઠ વાગ્યા સુધીમાં ૬૭.૬ મીમી વરસાદ રેકોર્ડ કરાયો હતો. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ ગયા હતા. આખા શહેરમાં ટ્રાફિક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા.
વરસાદના લીધે થયેલી દુર્ઘટનામાં ૪ મહિનાના એક બાળક અને તેના પિતા સહીત કુલ ૩ લોકોના મોત થયા છે.
મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે બચાવ કામગીરી શરુ કરવામાં આવે અને અત્યાર ની પરિસ્થિતિ પ્રમાણે બચાવ કામગીરી માટે સ્ટેન્ડ ટુ માં બચાવ ટુકડીઓ રાખવામાં આવી છે.
તેમજ હવામાનને જોતા ઉસ્માનિયા યૂનિવર્સિટીમાં રજા જાહેરકારવામાં આવી છે. અને જાનાવાયું છે કે હવામાન સારું થશે બાદમાં યૂનિવર્સિટી રાબેતા મુજબ ચાલશે.