ભાવનગર જિલ્લામાં આજે વહેલી સવારે 7 વાગ્યાથી જ મેઘરાજાએ મનમુકીને વરસવાનું શરૂ કર્યું હતું. ભાવનગર શહેરમાં 1 કલાકમાં ધોધમાર એક ઈંચ વરસાદ પડ્યો છે.

ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. આ સાથે જ શહેરનાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને હાલાકી પડી હતી.

24 કલાકના ઉકળાટ બાદ મેઘરાજાએ ભાવનગર જિલ્લામાં પધરામણી કરી હતી. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ધોધમાર વરસાદના પગલે ગણતરીની મિનિટોમાં જ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા.

જેને કારણે કેટલાક વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. તો કેટલાક વાહનચાલકોએ વરસાદની મજા લીધી હતી. ભાવનગરમાં વરતેજમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે ઘોઘા પંથકમાં હળવો વરસાદ પડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.