આ અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થયો હતો. ત્યારે ફરી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બે દિવસ બાદ 12મી અને 13મી જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ સ્થિત હવામાન વિભાગ કચેરી દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, 12 અને 13 જુલાઈએ સુરત વલસાડ, નવસારી, દમણ ,દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની સંભાવના છે
ત્યારે 5 દિવસ સુધી વરસાદી માહોલ જામેલો રહેશે. ત્યારે રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. જેમાં બે દિવસ માટે વરસાદનું જોર ઘટ્યું છે અને ભેજના પ્રમાણ વધારો થયો છે.
બે દિવસ બાદ ફરી રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ મળશે, બીજી તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ધોધમાર વરસાદની રાહ જોવી પડશે. જ્યારે અમદાવાદ,વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા, પાટણ સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદ રહેશે