બંગાળ સીકકીમ, આસામ, મેઘાલય, હરિયાણા, ચંદીગઢ, છતિસગઢ, ઝારખંડ, ઓરીસા, નાગાલેન્ડ,મણીપૂર, મીઝોરમ અને ત્રિપુરા સહિતના રાજયોને મેઘરાજા ધમરોળશે
ચાલુ અઠવાડીયે મેઘરાજા ગુજરાત સહિતના રાજયોમાં સટાસટી બોલાવશે તેવું હવામાન વિભાગનું કહેવું છે ગુજરાત, આસામ, તામિલનાડુ તથા જમ્મુ અને કાશ્મીરમાં શુક્રવાર સુધીમાં ભારેથીઅતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત ઉતરાખંડ અને ઉત્તર પ્રદેશમાં અતિભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે હિમાલયના કેટલાક ભાગ, બંગાળ, સિકકીમ, આસામ અને મેઘાલાયમાં બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
નોર્થ હરિયાણા, ચંદીગઢ, છતીસગઢ, જારખંડ, ઓરીસા, નાગાલેન્ડ મણીપૂર, મિઝોરમ, ત્રીપુરા, કોંકણ, ગોવા, તમિલનાડુ લક્ષ્યદીપ અને કર્ણાટકના દરિયાઈ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગે કહ્યું છે.
ગુજરાતમાં પણ આગામી અઠવાડીયામાં મેઘણાજા હેત વરસાવશે સાઉથ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.