શિવભાણ સિંહ, દાદરા નગર હવેલી
દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજરોજ ખેડુતોએ હરખભેર ખેતીનું કામ શરૂ કર્યું છે. ધોધમાર વરસાદને કારણે દમણ ગંગા નદી તેની ટોચ પર વહી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પર્વત પરથી દમણ ગંગા નદીમાં લગભગ 1 લાખ 80 હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે. જ્યારે મધુબન ડેમમાંથી 1 લાખ 35 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ભારે વરસાદને કારણે મધુબન ડેમના નવ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. દાદરા નગર હવેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારે વરસાદને કારણે લોકોને નદીની નજીક ન જવા અપીલ કરાઈ છે અને વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠે વસતા લોકોને બહાર નહીં ફરવાની ચેતવણી આપવામાં આવી છે.
રખોલીમાં દમણ ગંગા નદી પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. જ્યારે સેલવાસમાં પણ દમણ ગંગા નદી પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. તેમજ જુનો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. નવા બ્રિજ પર વાહનોની અવરજવર માટે કરવામાં આવી રહ્યો છે. અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વહિવટ લોકોને મસાટ, સામરવરણી, રાખોલી, વાસોણા, સાયલી, દાદરા, ચિચપાડા જેવા સ્થળોએ વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવતી સાવચેતી વિશે લોકોને માહિતી આપી રહ્યું છે.