વરસાદની ગેરહાજરીને કારણે ભરૂચ સહિતના રાજ્યમાં બફારાનું પ્રમાણ વધતાં લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા,ત્યારે આજરોજ ભરૂચમાં વહેલી સવારથી ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું. જોકે, બપોરના સમયે ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યા હતા અને ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાઓ પર વીજળી ગુલ થી હતી. ભરૂચમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં દોઢ કલાકમાં 2 ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. ભરૂચના કતોપોર બજાર ચાર રસ્તા વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણીમાં કેટલાક વાહનો તણાયા હતાં. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હતું, જ્યારે ઢાળ વાળા વિસ્તાર હોવાથી પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો જેના કારણે વાહનો પાણીમાં તણાઈ રહ્યા હતાં.સાથે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Trending
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….
- ગીર સોમનાથ : ચિંતન શિબિરમાં Mygovના ડિરેક્ટર મીડિયા મેનેજમેન્ટ અંગે આપ્યું માર્ગદર્શન