વરસાદની ગેરહાજરીને કારણે ભરૂચ સહિતના રાજ્યમાં બફારાનું પ્રમાણ વધતાં લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા,ત્યારે આજરોજ ભરૂચમાં વહેલી સવારથી ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું. જોકે, બપોરના સમયે ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યા હતા અને ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાઓ પર વીજળી ગુલ થી હતી. ભરૂચમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં દોઢ કલાકમાં 2 ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. ભરૂચના કતોપોર બજાર ચાર રસ્તા વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણીમાં કેટલાક વાહનો તણાયા હતાં. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હતું, જ્યારે ઢાળ વાળા વિસ્તાર હોવાથી પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો જેના કારણે વાહનો પાણીમાં તણાઈ રહ્યા હતાં.સાથે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સગા સ્નેહી મિત્રોથી સારું રહે,લેખન વાંચન મંથનથી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….