છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે
ગુજરાતમાં ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે રાજયમાં છેલ્લા ર0 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. એક પછી એક નવી સિસ્ટમ બની રહી હોવાના કારણે મેધરાજા વિરામ લેવાનું નામ લેતા નથી. આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમુક છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ પણ ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે.
આવતીકાલે શુક્રવારે રાજયમાં એક દિવસ માટે મેધ વિરામ જેવો માહોલ જોવા મળશે. દરમિયાન શનિવારે રાજયના બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, દ્વારકા અને કચ્છમાં જયારે રવિવારે બનાકાંઠા, પાટણ, પોરબંદર, જામનગર, દ્વારકા અને કચ્છ જીલ્લામાં વરસાદ આગાહી આપવામાં આવી છે. રાજયમાં આગામી ત્રણ દિવસ મઘ્યમથી ભારે વરસાદ પડશે દરમિયાન રવિવારથી ફરી ચાર દિવસ ભારેથી અતિભારે સંભાવના રહેલી છે.
16મી ફરી ચાર દિવસ અનરાધારની આગાહી
સાયકલોનિક સરકયુલેશન સક્રિય થતા વરસાદનું જોર વધશે
ગુજરાતમાં એક પછી એક સિઝન સતત સક્રિય થઇ રહી હોવાના કારણે રાજયમાં સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ર0 દિવસથી મેધરાજા હેત વરસાવી રહ્યા છે. દરમિયાન આગામી 16મી થી ફરી ચાર દિવસ અનરાધાર વરસાદની સંભાવના રહેલી છે.
સાયકલોનિક સરકયુલેશન સક્રિય થવાના કારણે રવિવારથી ફરી વરસાદનું જોર વધશે સતત ચાર દિવસ અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.