બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન સાથે મહારાષ્ટ્રથી કર્ણાટક સુધી ઓફશોર ટ્રફના કારણે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના: સૌરાષ્ટ્રમાં ૨૮ અને ૨૯મીએ સાર્વત્રીક ભારે વરસાદની આગાહી
સાર્વત્રીક અને અનરાધાર વરસાદની રાહ જોતા સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર મળી રહ્યાં છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રના છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની જ્યારે રવિવાર અને સોમવારે સાર્વત્રીક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે દ્વારા આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રથી કર્ણાટક સુધીના પટ્ટામાં ઓફસોર ટ્રફના કારણે આજી પાંચ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મધ્યમી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રવિવારથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને સોમવારે સાર્વત્રીક વરસાદ પડે તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.
છેલ્લા બે દિવસથી રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૦ જિલ્લાના ૧૩૩ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. દક્ષિણ ગુજરાત પર સાયકલોનિક સર્ક્યુલેશન સ્થીર થવાના કારણે દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર હાલ ઉત્તર મહારાષ્ટ્રના દરિયા કિનારેથી કર્ણાટકના દરિયા કિનારે ઓફસોર ટ્રફ છે. સાથો સાથ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે જે આગામી ૨૪ કલાકમાં લોપ્રેસરમાં પરિવર્તીત થશે. આ બન્ને સીસ્ટમનો લાભ ગુજરાતને મળે તેવી પ્રબળ સંભાવના છે. આજે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આજે રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનામાં મધ્યમ વરસાદની આગાહી છે.
આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્રમાં છુટા છવાયા વિસતરોમાં મધ્યમ વરસાદ પડશે. દરમિયાન રવિવારથી વરસાદનું જોર વધશે અને ભારે વરસાદની સંભાવના છે. સોમવારે સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક અને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં અમુક સ્ળે અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં સતત વરસાદ ચાલુ રહેશે. જુલાઈ માસ પૂર્ણ વાના આરે હોવા છતાં રાજ્યમાં સંતોષકારક વરસાદ ન પડતા ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. જો કે જુલાઈના અંતિમ સપ્તાહમાં મેઘરાજા ઘટ પૂરી કરી દે તેવું લાગી રહ્યું છે. બે-બે સીસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ વરસશે. અત્યાર સુધી કચ્છ રીઝીયનમાં માત્ર ૧૧ ટકા જ વરસાદ પડયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ૨૧.૩૫ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૨૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૮.૫૧ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૪૦.૯૪ ટકા વરસાદ પડયો છે. રાજ્યમાં આજ સુધી મૌસમનો કુલ ૩૦.૭૪ ટકા જેટલો વરસાદ પડયો છે.
દક્ષીણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા વઘઇમાં ૧૨ ઈંચ ખાબકયો
સુબીરમાં ૭ ઈંચ, ડાંગમાં ૬ ઈંચ, વાસંદા-કપરાડા-નિજારમાં ૪ ઈંચ વરસાદ: ગુજરાતમાં જમાવટ લેતુ ચોમાસુ: ૧૩૩ તાલુકાઓમાં વરસાદ
દક્ષિણ ગુજરાત પર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેની અસરના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી ભારેી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ છેલ્લા ૨૪ કલાક દરમિયાન વઘઈમાં સાંબેલાધારે ૧૨ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચોમાસાએ મોડે-મોડે પણ જમાવટ કરી હોય તેમ ૧૩૩ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘ કૃપા વરસી રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તાં ૨૪ કલાક દરમિયાન ૩૦ જિલ્લાના ૧૩૩ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વધુ વ્હાલ વરસાવી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયુ હોવાના કારણે બે દિવસી ભારે વરસાદ પડી રહ્યો છે. ડાંગ જિલ્લાના વઘઈમાં ૨૪ કલાક દરમિયાન ૧૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત સુબીરમાં ૭ ઈંચ, ડાંગ આહવામાં ૬ ઈંચ વરસાદ પડયો છે. વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૨॥ ઈંચ, કપરાડામાં ૪ ઈંચ, પારડીમાં ૧, વલસાડ અને વાપીમાં ॥ ઈંચ વરસાદ પડયો છે. નવસારી જિલ્લામાં ચિખલીમાં ૨ ઈંચ, ગણદેવીમાં ૨ ઈંચ, ખેરગામમાં ૨ ઈંચ, વાસંદામાં ૪ ઈંચ, સુરત જિલ્લાના બારડોલીમાં ૨॥ ઈંચ, ચોર્યાસી અને કામરેજમાં ૧ ઈંચ, મહુવામાં ૧॥ ઓલપાડમાં ૧ ઈંચ, પલાસણામાં ૨॥ ઈંચ, સુરતમાં ૧॥ ઈંચ, ઉમરપાડામાં ૨ ઈંચ, માંડવી માંગરોળમાં ॥ ઈંચ, તાપી જિલ્લાના નિજારમાં ૪ ઈંચ, ઉચ્છલમાં ૨॥ ઈંચ, વાલોદમાં ૨॥ ઈંચ, વ્યારામાં ૩ ઈંચ, ડોલવણમાં ૨ ઈંચ, કુકરમુડામાં ૧ ઈંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત નર્મદા અને ભરૂચ જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ એક ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
સૌરાષ્ટ્રમાં ગુરૂવારે મેઘરાજાએ દિવસભર ઝાપટા સ્વરૂપે હળવું હેત વરસાવ્યું હતું. રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર અને રાજકોટ શહેરમાં ॥ ઈંચ વરસાદ પડયો હતો. અમરેલીમાં પણ હળવા ઝાપટાથી લઈ ॥ ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે જિલ્લાઓમાં હળવા ઝાપટા પડયા હતા. આજે સવારી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને અમુક વિસ્તારોમાં હળવા ઝાપટા પણ વરસી રહ્યાં છે.