સવારે બે કલાકમાં રાણાવાવમાં ૨ ઈંચ, જૂનાગઢમાં ૧॥ ઈંચ, વંલી-કુતિયાણા-પોરબંદરમાં ૧ ઈંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ દરિયાકાંઠાના જિલ્લા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ૨૬મીથી ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લે તેવી શકયતા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારે ૨ કલાકમાં રાણાવાવમાં ૨ ઈંચ, જૂનાગઢમાં ૧॥ ઈંચ, વંલી, કુતિયાણા, પોરબંદરમાં ૧ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજ સુધીમાં સૌરાષ્ટ્રમાં મોસમનો ૧૧૯.૮૮ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. ગઈકાલે ખંભાળીયામાં સાંબેલાધારે ૮ ઈંચ જેટલો વરસાદ પડયો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટયું છે. ૨૦ જિલ્લાના ૧૦૪ તાલુકામાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. ખંભાળીયામાં સૌી વધુ ૨૦૩ મીમી એટલે કે ૮ ઈંજ જેટલો વરસાદ વરસી ગયો હતા. આ ઉપરાંત જામજોધપુરમાં ૪ ઈંચ, કુતિયાણા અને રાણાવાવ-માણાવદર-વિસાવદરમાં ૩॥ ઈંચ, પોરબંદર, જામનગર, જૂનાગઢમાં ૩ ઈંચ વરસાદ પડયો હતો. કેશોદ, માંગરોળ, વંલી, તાલાલામાં ૨॥ ઈંચ, બગસરામાં ૨ ઈંચ, વડીયા-ભેંસાણ-માળીયા-કલ્યાણપુર-જોડીયામાં ૧॥ ઈંચ, ધોરાજી, જામકંડોરણા, જેતપુર, લોધીકા, કાલાવાડ, માળીયા હાટીના, મેંદરડામાં ૧ થી લઈ ૧॥ ઈંચ સુધી વરસાદ પડયો હતો. આજ સુધી સૌરાષ્ટ્રમાં મોસમનો કુલ ૧૧૯.૮૮ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જ્યારે ગુજરાતમાં ૧૧૮.૧૧ ટકા જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
૨૫ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ તેમજ રાજ્યના તમામ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૩૦ વર્ષમાં આ નવમું વર્ષ છે કે જેમાં ૯૫૧થી વધુ મી.મી. વરસાદ થયો છે. ગત વર્ષ-૨૦૧૮માં આ સમયે ગુજરાતમાં ૭૬.૭૩ ટકા વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં ૮૪.૪૩ લાખ હેક્ટર વિસ્તારમાં ખરિફ વાવેતર થયું છે. સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૭ મીટરને પાર ઈ ગઈ છે.
ભારતીય હવામાન વિભાગના હવામાન શાસ્ત્રી જયંત સરકારે જણાવ્યું હતું કે, એન્ટી સાયકલોનિક સર્ક્યુલેશનને પરિણામે આગામી બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ-મધ્ય ગુજરાત સહિત દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ વરસાદ થશે. આગામી સંભવિત તા.૨૬ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. સમગ્ર દેશમાં ૧ જૂન થી ૧૦ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ૨૦ ટકા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ રીજિયનમાં ૪૪ ટકા વધુ વરસાદ થયો છે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા નદીમાં પાણીની આવક વધશે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ગત વર્ષની સરખામણીએ ૩ ટકા વધુ વરસાદ થયો છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
નર્મદા ડેમની સપાટી વધતા નર્મદાનું વધારાનું પાણી સાબરમતી, બનાસ, પુષ્પાવતી અને રૂપેણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ, ઓલપાડ, રાજકોટ, ગીર સોમનાથ, પાટણ, લુણાવાડા, અને દાહોદમાં ૧-૧, ભરૂચ અને ગાંધીનગરમાં ૨-૨ તેમજ વાઘોડિયામાં ૪ ટીમ એમ કુલ એનડીઆરએફીની૧૫ ટીમો તહેનાત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારે ૨ કલાકમાં રાણાવાવમાં ૨ ઈંચ, જૂનાગઢમાં ૧॥ ઈંચ, વંલીમાં ૧॥ ઈંચ, પોરબંદર અને કુતિયાણામાં ૧-૧ ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે અમરેલી, રાજકોટ જિલ્લામાં છુટાછવાયા હળવા ઝાપટા પડયા હતા. આગામી ૨૬મીી રાજ્યમાંી ચોમાસુ વિદાય લેવાની શઆત કરે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.