સૌરાષ્ટ્ર સહિત ગીર પંથકના સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગીર ગઢડા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે બપોર બાદ ધોધમાર વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
આ સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ પડ્યો છે. તો રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે.