મુંબઈ, થાણે અને પાલઘરમાં બુધવાર રાતથી થોડો થોડો વરસાદ થઈ રહ્યો છે. તેના કારણે ઘણાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે મુંબઈમાં ગુરુવાર અને શુક્રવારે પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન મુંબઈ અને રાયગઢમાં ભારે વરસાદ થઈ શકે છે. સરકારે મહારાષ્ટ્રના ચાર જિલ્લા- મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરની દરેક સ્કૂલ કોલેજો આજે બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

સ્કૂલ શિક્ષણ મંત્રી આશીષ શેલારે ટ્વિટ કર્યું છે કે, ભારે વરસાદના અંદાજને ધ્યાનમાં રાખીને મુંબઈ, થાણે અને કોંકડની દરેક સ્કૂલ-કોલેજ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. રાજ્યના બાકી જિલ્લા કલેક્ટરોને સ્થાનિક સ્તર પર સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.