પર્યાવરણીય મંજૂરી વગર શરૂ થયેલી ફેક્ટરીએ ખેડૂતોના ઉભાપાક બાળી નાખ્યા નો પર્યાવરણીય લોક સુનાવણીમાં ખેડૂતોનો આરોપ 

મિતાણાં-પડધરી હાઇવે પર કોઈપણ જાતની પ્રયાવરનીય મંજૂરી વગર શરૂ થયેલી ઝેરી કેમિકલ બનાવતી ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝને ગ્રામજનોની હકીકતભરી રજૂઆતને પગલે સીલ કરાય બાદ કંપની દ્વારા પર્યાવરણીય મંજૂરી માંગવામાં આવતા ગઈકાલે યોજાયેલી સુનાવણીમાં આજુબાજુના ૧૦ ગામના લોકોએ આ કંપનીનો ભારે વિરોધ કરી કોઈ પણ સંજોગોમાં ઝેર ઓકતા આ કારખાનને મંજૂરી નહિ આપવા લેખિત મૌખિક રજુઆત કરી હંગામો મચાવ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં મિતાણા-પડધરી હાઇવે પર ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરી આવેલી છે આ ફેકટરીમાં સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ ઉત્પાદક એકમના નામ હેઠળ મોનો ક્લોરો એસિટીક એસિડ,સોડિયમ મોનો ક્લોરો એસિટીક એસિડ ઉપરાંત હાઇડ્રોફ્લોરિક એસિડ,સોડિયમ ક્લોરાઈટ અને મિશ્ર ક્લોરો એસિટીક એસિડ બનાવવા માટે પ્રયાવરણીય મંજૂરી માંગવામાં આવતા ગઈકાલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.જી.પટેલ અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સુત્રેજાની ઉપસ્થિતિમાં પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી જેમાં ખાસ અરીને હમીરપરગામના અસરગ્રસ્ત લોકોએ પ્રચંડ વિરોધ કરી કોઈપણ સંજોગોમાં માનવ જિંદગી માટે જોખમી એવી આ ફેક્ટરીને મંજૂરી નહીં આપવા સેંકડો લોકોએ લેખિત અને મૌખિક રજૂઆતો કરી ફેકટરીના માલિકો દ્વારા ગ્રામ જાણો ઉપર જોર જબરદસ્તી કરતા હોવાનો આરોપ લગાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પટેલ પણ ચોંકી ઉઠ્યા હતા અને જાહેર સુનાવણીમાં પોલીસની હાજરી વચ્ચે ફેકટરી માલિકોનો ઉધડો લઈ ગ્રામજનોને નહિ ધમકાવવા તાકીદ કરી જાહેર કોઈ જાતની ધમકી નહીં આપીએ તેવું બોલાવી લોકોમાંથી ભય નો માહોલ દૂર કરવા જણાવ્યું હતું.

વધુમાં આ લોક સુનાવણીમાં પ્રસ્તાવિત ફેક્ટરીની ૧૦ કિલોમીટરની ત્રીજીયામાં આવેલા ગામો ને બોલાવવામાં આયા હતા અને લોકોએ અગાઉ આ ફેક્ટરીએ મંજૂરી વગર કેમિકલ બનાવવાનું શરૂ કરતાં તેમના ઉભા પાક બાલી ગયા હોવાનું તેમજ બોર કૂવાના પાણી પીવા લાયક રહ્યા ન હોવાનું જણાવી ઝેરી હવાથી લોકો ને બળતરા થવી, ખંજવાળ આવવી સહિતની સમસ્યા થતા ફેકટરી આજુબાજુની વાડીઓમાં કામ કરવા માટે મજૂરો પણ આવતા ન હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.