રાજકોટ બાર એસોસિશનની વાર્ષિક સામાન્ય ચૂંટણીનો સવારે સિવિલ કોર્ટ ખાતે મતદાનનો પ્રારંભ થયો હતો. સમરસ પેનલના ત્રણ હોદેદારો બીન હરિફ થયા બાદ સમરસ પેનલના ત્રણ હોદેદારો અને દસ કારોબારી સભ્ય માટે યોજાનારી ચૂંટણીમાં બાર એસોસિએશનના સભ્ય મતદારોએ ભારે મતદાન કર્યુ છે. સમરસ પેનલના પ્રમુખના ઉમેદવાર અનિલભાઇ દેસાઇની વિજય નિશ્ર્ચિત મનાઇ રહ્યો છે.
ત્યારે સિનિયર અને જૂનિયર એડવોકેટ દ્વારા ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યુ છે. મતદાનના પ્રારંભ સાથે જ પ્રમુખના ઉમેદવાર અનિલભાઇ દેસાઇ, સિનિયર એડવોકેટ અને કેન્દ્રીય લો કમિશનના સભ્ય અભય ભારદ્વાજ, બારના પુર્વ પ્રમુખ સંજય વ્યાસ, સ્વામિનાયારણ સંપ્રદાયના દેવપ્રકાશ સ્વામી સહિત સિનિયર અને જૂનીયર ધારાશાસ્ત્રીઓએ મતદાન કર્યુ કર્યુ હતું.