લો-પ્રેશર અને અપરએર સાયકલોનીક સરકયુલેશન જેવી બબ્બે સિસ્ટમો સક્રિય હોવાના કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ૨૭મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે.

પૂર્વ રાજસ્થાન અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં લો-પ્રેશર સક્રિય છે. આ ઉપરાંત અપરએર સાયકલોનીક સરકયુલેશન દરીયા સપાટીથી ૫.૮ કિલોમીટરની ઉંચાઈ પર છે. દક્ષિણ ગુજરાતથી ઉતર મહારાષ્ટ્ર સુધીની દરીયાઈપટ્ટીમાં ઓફસોટ્રફ છવાયેલો છે. જેની અસરતળે આગામી ૨૭મી જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આજે ગુજરાતના દાહોદ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના બોટાદ, સુરેન્દ્રનગર, ઉતર અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહિસાગર, વલસાડ સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગર, રાજકોટ, મોરબી ઉપરાંત દીવ-દમણ, દાદરાનગર હવેલી વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.

 


 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.