અમીરગઢ અને પાલનપુરમાં ૧૦ ઈંચ, લખની, ડીસા, ધનેરામાં ૯ ઈંચ, વડગામ અને ડીયોદરમાં ૮ ઈંચ, દાતામાં ૭ ઈંચ, પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, કાંકરેજ અને થરાદમાં ૫ ઈંચ વરસાદ: ઉતર ગુજરાતમાં અતિભારે વરસાદથી સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ.
ગત સપ્તાહે મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળીયા બાદ રવિવારે ઉતર ગુજરાતનો વારો પાડી દીધો છે. રાજયમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અક્ષરસ: યથાર્થ ઠરી છે. સૌરાષ્ટ્રમાં બે દિવસ અનરાધાર વરસાદ પડયા બાદ ઉતર ગુજરાતમાં મેઘાનો તોફાની મીજાજ જોવા મળ્યો છે. પાંચ થી ૧૪ ઈંચ સુધી વરસાદ ખાબકતા સમગ્ર ઉતર ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અને સ્થળ ત્યાં જળ જેવું સર્વત્ર દેખાય રહ્યું છે. આજે પણ રાજયમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય તંત્ર એલર્ટ થઈ ગયું છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર ગુજરાતમાં ચોમાસુ જોરદાર સક્રિય થઈ ગયું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૩૧ જિલ્લાના ૨૦૩ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. શુક્રવાર અને શનિવારના રોજ સૌરાષ્ટ્રને બરાબરનું ધમરોળીયા બાદ રવિવારે ઉતર ગુજરાતમાં મેઘરાજાનો તોફાની મીજાજ જોવા મળ્યો હતો. પાટણ જિલ્લાના ચણાસમામાં ૨ ઈંચ, હારીજમાં ૩ ઈંચ, પાટણમાં ૫ ઈંચ, રાધનપુરમાં ૪ ઈંચ, સામીનમાં ૧ ઈચ, સાંતાલપુરમાં ૨॥ઈંચ, સરસ્વતીમાં ૫ ઈંચ, સંખેશ્ર્વરમાં ૨ ઈંચ, સિઘ્ધપુરમાં ૫ ઈંચ, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં ૧૦ ઈંચ, ભાભરમાં ૪ ઈંચ, દાતામાં ૭ ઈંચ, દાતીવાડામાં ૧૪ ઈંચ, ડીસામાં ૯ ઈંચ, દીયોદરમાં ૭ ઇંચ, ધનેરામાં ૯ ઈંચ, કાંકરેજમાં ૫ ઈંચ, લખાનીમાં ૯ ઈંચ, પાલનપુરમાં ૧૦ ઈંચ, સુઈ ગામમાં ૩ ઈંચ, થરાદમાં ૫ ઈંચ, વડગામમાં ૮ ઈંચ અને વાવમાં ૩॥ઈંચ વરસાદ વરસી ગયો છે. મહેસાણા જિલ્લાના બેચરાજીમાં ૪ ઈંચ, ચોટાનામાં ૩ ઈંચ, કડીમાં ૨ ઈંચ, ખેરાલુમાં ૪ ઈંચ, મહેસાણામાં ૪ ઈંચ, સંતાલસાણામાં ૬ ઈંચ, ઉંજામાં ૪ ઈંચ, વડનગરમાં ૩ ઈંચ, વિજાપુરમાં ૩॥ઈંચ, વિસનગરમાં ૨॥ઈંચ, સાબરકાંઠા જિલ્લાના હિમ્મતનગરમાં ૩ ઈંચ, ઈડરમાં ૬ ઈંચ, ખેડબ્રહ્મામાં ૫ ઈંચ, પોસીનામાં ૬ ઈંચ, પ્રાંતીજમાં ૨ ઈંચ,થાલોદમાં ૧ ઈંચ, વડાળીમાં ૫ ઈંચ, વિદ્યાનગરમાં ૬ ઈંચ, અરવલ્લી જિલ્લાના બાયડમાં ૨ ઈંચ, ભીલોડામાં ૩॥ઈંચ, ધનસુરામાં ૨ ઈંચ, માલપુરમાં ૨ ઈંચ, મેઘરજમાં ૨ ઈંચ, મોડાસામાં ૨ ઈંચ, ગાંધીનગર જિલ્લાના દેહ ગામમાં પોણો ઈંચ, ગાંધીનગરમાં ૧ ઈંચ, કલોલમાં ૩ ઈંચ, માણસામાં ૩॥ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
ઉતર ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું છે. વડીયામાં એક ઈંચ, ડેડીયાભાડા, સાગબારા, નિઝાર, કુકરમુંડા, માંગરોળ, ધરમપુર, ડાંગ, વઘઈમાં દોઢ ઈંચ, ઉંમરભાડા, કપરવાડા, ઉંમરગામમાં ૨ ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ રવિવારે સામાન્ય ઝાપટાથી લઈ અઢી ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. રવિવારે સૌરાષ્ટ્રમાં એકંદરે મેઘવિરામ જેવો માહોલ જોવા મળ્યો હતો. છુટા છવાયા સામાન્ય ઝાપટા પડયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં સૌથી વધુ દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.