મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે અઢી વર્ષના કાર્યકાળનો રિપોર્ટ રજૂ કર્યો: આજીડેમને નર્મદાના નીર ભરવો, રેસકોર્સ-૨, રાજકોટની સ્માર્ટ સિટી તરીકે પસંદગી, આઈ-વે પ્રોજેકટ, ફૂલ મેરેોન જેવી અકલ્પનીય સિધ્ધી
મોસાળે જમણ અને માર્ં પિરસનાર જેવા માહોલનો ભરપુર લાભ લીધો
રાજકોટ મહાનગરપાલિકા મેયર તરીકે ડો.જૈમનભાઈ ઉપાધ્યાય આગામી ૧૪મી જૂને અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યાં છે. ત્યારે તેઓએ આજે મેયર તરીકે તેઓની અઢી વર્ષની કામગીરીનો રિપોર્ટ કાર્ડ જનતા સમક્ષ કર્યું છે.
આ તકે મેયર ડો.જૈમન ઉપાધ્યેયે જણાવ્યું કે, અઢી વર્ષના કાર્યકાળ દરમ્યાન તમામ વોર્ડનો વિકાસ થાય, લોકોની સુવિધામાં વધારો થાય તે પ્રકારે અનેકવિધ પ્રોજેકટો હાથ ધરી, સાકાર કરી છે. શહેરના વિકાસમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા તેમની સરકારના તેમજ વહીવટી તંત્ર, પદાધિકારીઓ, કોર્પોરેટરઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, જુદી જુદી સંસઓનો સહયોગ મળ્યો છે.
અઢી વર્ષના કાર્યકાળમાં રાજકોટમાં પ્રમવાર ૧૦૧ જાહેર પ્રશ્નોના ટેકનિકલ નિરાકરણ માટે યોજાયેલી હેકેથોનમાં ૧૧૨૭ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
સ્પોર્ટસ ફિએસ્ટા(કુછ કર દિખાના હૈ)નું આયોજન, ફ્લાવર શોનું આયોજન, ભારતની સૌી મોટી અને નંબર ૧ મેરેોન જેને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. ૫૦ કી.મી.ની સાઈકલોોન યોજવામાં આવેલ. જેમાં ૧૫૦૦ી વધુ સાઈકલવીરોએ જોશભેર ભાગ લીધો હતો. ઓર્ગેનિક વેસ્ટમાંથી ખાતર બનાવવાનો પ્લાન્ટ કાર્યરત કરવામાં આવેલ. વોર્ડ નં.૧૫માં બાયોમિેનેશન ગેસ પ્લાન્ટ બનાવવામાં આવેલ. યાદગાર પળઅઢી વર્ષના શાસન દરમ્યાન જુદા જુદા કાર્યક્રમો માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપસ્તિ રહેલ.
નર્મદાના નીરી આજી-૩ ભરવાનો કાર્યક્રમ. આજી ડેમ-૧ ખાતે નર્મદા નીરના વધામણા. લાખો લોકોની ઉપસ્થિતિમાં રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો રોડ શો. રૂ.૧૪૦૦ કરોડના ખર્ચે ૨૫૩૪ એકરમાં બનનાર ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટનું ખાતમુહુર્ત. મેયર તરીકેના કાર્યકાળમાં યોજાયેલ વિધાનસભાની બેઠકમાં રાજકોટની ચારેય બેઠક પર ભારતીય જનતા પક્ષના ઉમેદવારોનો પ્રચંડ બહુમતીથી વિજય યેલ. રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં.૪ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો પ્રચંડ બહુમતીી વિજય યેલ.અગત્યના વિકાસ કામોની ઝલક
પાણી સુવ્યવસ્તિ થાય તે માટે વ્યવસ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌની યોજના હેઠળ રૂ.૪૫૦ કરોડના ખર્ચે મચ્છુ-૧ડેમ થી આજી-૧ ડેમ સુધીની નાખવાની તી લાઈન ૧૮ માસમાં પૂર્ણ કરવાની કામગીરી ૭ માસમાં પૂર્ણ કરી, બેડી પાસે રૂ.૧૬.૯૩ કરોડના ખર્ચે ૫૦ એમ.એલ.ડી. ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ પમ્પીંગ સ્ટેશન તા ઈએસઆર-જીએસઆરનું લોકાર્પણ. રૂ.૪૦૪૭ કરોડના ખર્ચે આજી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ઈએસઆર-જીએસઆર બનાવવામાં આવેલ છે. એક ઝોન થી બીજા ઝોનમાં પાણી લઇ જવા માટે એક્સપ્રેસ ફીડર લાઈનનું લોકાર્પણ. ન્યારી-૧ ડેમમાં પાણીની ક્ષમતા વધારવા માટે આશરે રૂ.૪૭ કરોડના ખર્ચે ૧ મીટરની ઊંચાઈ વધારી, લોકાર્પણ કરવામાં આવેલ. ચાલુ વર્ષી પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો શે.
પાણી વિતરણના મોનીટરીંગ માટે સ્કાડા સિસ્ટમ કાર્યાન્વિત કરવામાં આવેલ. પાણીનો વ્યય-લીકેજ તેમજ ભૂતિયા નળ કનેક્શન અટકાવવા કરોડો રૂપિયાના ખર્ચે જુદા જુદા વિસ્તારોમાં ડી.આઈ. પાઈપ લાઈન નાખવામાં આવેલ છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ૨૫૦ એકર જેટલી વિશાળ જગ્યામાં રેસકોર્ષ-૨નું ખાતમુહુર્ત કરાયું. ગાંધીજીએ જ્યાં અભ્યાસ કર્યો છે ત્યાં મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનવાી દેશ વિદેશના પર્યટકો રાજકોટ આવશે અને રાજકોટની એક આગવી ઓળખ ઉભી શે આ હેતુી મહાત્મા ગાંધી વિદ્યાલયમાં તૈયાર નારા મ્યુઝીયમ(અનુભૂતિ કેન્દ્ર)નું ખાતમુહુર્ત કરવામાં આવેલ અને હાલ આ કામગીરી પૂર્ણતાને આરે છે.
રાજકોટ મહાનગરપાલિકા તા રાજકોટ શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે શહેરની સલામતીના ભાગરૂપે પ્રમ તબક્કાના રાજકોટ આઈ-વે પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. શહેરની તમામ સ્ટ્રીટ લાઈટો એલ.ઈ.ડી. લાઈટમાં પરિવર્તિત કરેલ છે. જેના કારણે ૭૦૦૦ ટન કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ઘટશે. શહેરમાં કાર્પેટ એરિયા બેઇઝ મિલકત વેરા આકારણી પધ્ધતિ સફળતાપૂર્વક લાગુ કરેલ છે.ટ્રાફિકની સમસ્યા હળવી કરવા
કાલાવડ રોડને જોડતા અંબિકા ટાઉનશીપ રોડ પર હાઈલેવલ બ્રિજ બનાવવામાં આવેલ છે. રેલનગર અન્ડરબ્રિજનો વર્ષો જુનો પ્રશ્ન હલ કરી, અન્ડરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવેલ. મોરબી રોડ રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે. રૈયા / મવડી ચોકડી ખાતે ફલાયઓવર બ્રિજ નિર્માણની કામગીરી ગતિમાં છે.
રૂ.૩,૦૨૫ કરોડના ખર્ચે ચુનારાવાડની હયાત બેઠાપુલની બાજુમાં હાઈ લેવલ બ્રિજ બનાવવાની કામગીરી ગતિમાં છે. કે.કે.વી. ચોક તા આમ્રપાલી રેલ્વે ફાટકે અન્ડરબ્રિજ બનાવવાનો સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવેલ છે. આમ્રપાલી રેલ્વે ફાટક અન્ડરબ્રિજ બનાવવા માટે રેલ્વે વિભાગ સો પરામર્શ ચાલી રહેલ છે, જેની કામગીરી ગતિમાં છે.
સ્પોર્ટસ એક્ટિવિટીરૂ.૬ કરોડના ખર્ચે અદ્યતન એથ્લેટિક ટ્રેક બનાવવામાં આવેલ છે. રૂ.૨૦૦ લાખના ખર્ચે ૬ નવા ટેનિસ કોર્ટનું લોકાર્પણ. નાના મવા સર્કલ પાસે નિર્માણ પામેલ મહિલા મલ્ટી એક્ટીવીટી સેન્ટર(ફોર વીમેન)નું લોકાર્પણ કરવામાં આવેલ. રૂ.૨૫ લાખના ખર્ચે યોગા સેન્ટર બનાવવામાં આવેલ.
રૂ.૩૪ લાખના ખર્ચે સ્કેટિંગ રિંક બનાવવામાં આવેલ. રૂ.૫.૫૦ કરોડના ખર્ચે અદ્યતન હોકી ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ. રેસકોર્ષ સંકુલ ખાતે બાસ્કેટબોલ કોર્ટ-૨ બનાવવામાં આવેલ. વોર્ડ નં.૯માં મહિલા સ્વીમીંગપુલ બનાવવાની કામગીરી પૂર્ણ યેલ છે. તાજેતરમાં જ રૂ.૫.૧૦ કરોડના ખર્ચે અદ્યતન મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલની કામગીરી ગતિમાં છે.આવાસ યોજના
વોર્ડ નં.૩માં કિટીપરા રી-ડેવલપમેન્ટ હેઠળ રૂ.૧૪ કરોડના ખર્ચે ૩૦૪ આવાસો વાલ્મિકી વાડી પાસે રૂ.૮૦૮૫ કરોડના ખર્ચે સફાઈ કામદારો માટે ૧૯૨ આવાસો પેડક રોડ પર સફાઈ કામદાર માટે ૩૨૦ આવાસો પોપટપરા ખાતે રૂ.૩૫૨.૨૨ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ૪૨૧૫ આવાસો લાર્ભાીઓને ફાળવી આપવામાં આવેલ છે. મચ્છુનગર ખાતે સ્લમ રિ-ડેવલપમેન્ટ હેઠળ ૩૦૦ આવાસોની કામગીરી ચાલુ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મવડી ખાતે ૧૧૭૬ આવાસોની કામગીરી ચાલી રહેલ છે. ભારતનગર ઝુપડપટ્ટીની જગ્યાએ આશરે રૂ.૧૪ કરોડના ખર્ચે ૧૦૦ આવાસો બનાવી, તેની લાર્ભાીઓને વિનામુલ્યે ફાળવવામાં આવેલ છે. રૈયાધાર ખાતે બી.એસ.યુ.પી.-૩ હેઠળ ૩૦૦ આવાસો બનાવી, ફાળવણી કરવામાં આવેલ છે.મહાપાલિકાની સિધ્ધીઓ કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી તરીકે પસંદ કરવામાં આવેલ છે.
કુપોષણમુક્ત રાજકોટ કામગીરી માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માન:ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા ડી.એલ. શાહ એવોર્ડ એનાયત. નાના મવા આરોગ્ય કેન્દ્ર એનએબીએચ એક્રીડીટેશન પ્રાપ્ત કરનાર દેશનું સૌપ્રમ શહેરી આરોગ્ય કેન્દ્ર. સાઈકલ શેરીંગ પ્રોજેકટની કેન્દ્ર સરકારશ્રીના “બેસ્ટ એનએમટી પ્રોજેકટ ના એવોર્ડ માટે પસંદગી.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત બેસ્ટ પ્રેક્ટીસ ઈન હેલ્કેર માટે કાયાકલ્પ એવોર્ડ. આરોગ્ય શાખાને શ્રેષ્ઠ કામગીરી બદલ કયુસીઆઈ એવોર્ડ એનાયત કરાયો. કેન્દ્ર સરકાર દ્વારા “સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હરીફાઈમાં દેશના ૭૫ શહેરોને આપવામાં આવેલ નેશનલ સિટી રેન્કિંગમાં રાજકોટ શહેરને ૭મું સન પ્રાપ્ત યુ છે.
મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત હુડકો એવોર્ડ ૨૦૧૬ હાઉસિંગ યોજનાને ઇન્ડો-સ્વિસ બિલ્ડીંગ એનર્જી એફિશિયન્સી પ્રોજેક્ટનું સર્ટિફિકેટ, દિલ્હી ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં કેન્દ્રના ઉર્જા, કોલસો, ન્યુ એન્ડ રીન્યુએબલ એનર્જી અને ખાણ વિભાગના મંત્રી પિયુષ ગોયલના વરદ હસ્તે સુપ્રત કરવામાં આવે આ ઉપરાંત ર્અ અવર એવોર્ડ, યોગા દિનની ઉજવણી અને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સન, બેસ્ટ સિટી બસ સર્વિસ માટે એવોર્ડ, જાહેર શૌચ ક્રિયા મુક્ત શહેર અભિયાન બદલ બે પ્રમાણપત્ર.
રાજય સરકાર દ્વારા લાર્ભાીઓને સરકારની યોજનાઓનો હાોહા લાભ મળે તેવા શુભ હેતુી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ. વોર્ડ નં.૯માં પેરેડાઈઝ હોલ સામે નિર્માણ પામનાર અદ્યતન લાઇબ્રેરીનું શાોક્ત વિધિી ખાતમુહુર્ત કરવામાં આવેલ. અને ટૂંક સમયમાં તેનું લોકાર્પણ શે. વોર્ડ નં.૧૪માં બોલબાલા માર્ગ(પારડી રોડ) પર નિર્માણ પામેલ અદ્યતન કોમ્યુનિટી હોલ તા શોપિંગ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું.
કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન હેઠળ રાજકોટની સ્વચ્છ શહેર તરીકેની આગવી ઓળખ જળવાઈ રહે અને શહેરીજનોને ગંદકી સંબંધી ફરિયાદો રજુ કરવામાં તેમજ તે ફરિયાદોનું નિર્ધારિત સમયમર્યાદામાં નિરાકરણ કરવામાં વહીવટીતંત્રને ખુબ જ સગવડ રહે તે માટે ઇન્ટેલ કંપનીના સહયોગી બનાવેલ “સ્વચ્છતા એપ’ મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું. વોર્ડ નં.૦૩માં મા સંતોષી પ્રામિક શાળા નં.૯૮ના બિલ્ડીંગ બનાવી લોકાર્પણ કરવામાં આવેલ.
કોર્પોરેશનની જુદી જુદી બિલ્ડીંગોના નામકરણ કરાયું હતું જેમાં મહિલા મલ્ટી એક્ટીવીટી સેન્ટર (ફોર વિમેન્સ) રાજમાતા વિજયારાજે સિંધિયા વિવિધલક્ષી મહિલા કેન્દ્ર. રેસકોર્ષ ખાતે નિર્માણ પામેલ બહેનો માટેના બગીચાને કલ્પના ચાવલા મેમોરીયલ ગાર્ડન. પેડક રોડ પર શ્રી અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ. રૈયા રોડ પર પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ. લોકમાન્ય તિલક ટાઉનશીપ, ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ, વીર સાવરકર ટાઉનશીપ, ક્રાંતિવીર ખુદીરામ બોઝ ટાઉનશીપ, લાલ બહાદુર શાી ટાઉનશીપ, મહારાણા પ્રતાપ ટાઉનશીપ, સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ, ઝાંસીની રાણી ટાઉનશીપ, ડો.હેડગેવાર ટાઉનશીપ, છત્રપતિ શિવાજી ટાઉનશીપ, મહર્ષિ અરવિંદ ટાઉનશીપ, મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ, શ્યામજીકૃષ્ણ વર્મા ટાઉનશીપ, આજીડેમ સંકુલમાં આવેલ ગાર્ડનને ચિત્રલેખા ઉદ્યાન, રેલનગર અન્ડરબ્રિજ, મોરબી રોડ રેલ્વે ક્રોસિંગ પરના ઓવરબ્રિજને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓવરબ્રિજ, એરપોર્ટ પાસે આવેલ ગાર્ડનને શ્રી હરિ ઉદ્યાન, અમરજીતનગર પાસેના ગાર્ડનને શ્રી લક્ષ્મણરાવ ઈનામદાર ઉદ્યાન, બોલબાલા માર્ગ(પારડી માર્ગ) પરના કોમ્યુનિટી હોલ તા શોપિંગ સેન્ટરને પૂજય રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ તા શોપિંગ સેન્ટર, લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ ગાર્ડનને ગોકળભાઈ ભગત ઉદ્યાન નામકરણ કરાયું છે.
અઢી વર્ષના કાર્યકાળ દરમ્યાન શહેરની સામાજિક, રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક, રમત-ગમત લક્ષી, જ્ઞાતિગત, ઉદ્ઘાટનો, લગ્ન પ્રસંગો વિગેરે દ્વારા ૪,૦૦૦ કરતા પણ વધારે કાર્યક્રમોમાં ઉપસ્તિ રહી, શહેરીજનોનો આદર પ્રાપ્ત કરેલ છે.
મેયર તરીકેના કાર્યકાળમાં અનેકવિધ ક્ષેત્રે વિકાસગાાને આગળ ધપાવવા રાત દિવસ જોયા વગર, મેયર ડો. જૈમન ઉપાધ્યાયએ સતત પ્રવૃત રહી, શહેરીજનો તા ભારતીય જનતા પાર્ટીએ સોંપેલ કામગીરીને નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાી ઈશ્વરની સાક્ષીએ પૂર્ણ કરેલ છે. જેના સંતોષ સાથે, અઢી વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. શહેરના તમામ ક્ષેત્રને આવરી લેતી વિકાસયાત્રામાં પ્રાપ્ત થયેલ સૌના સાથ સહકાર બદલ સૌનો આભાર માન્યો હતો.