વઢવાણ જીઆઇડીસી ફેઇઝ 2માં વરસાદી પાણીની મુખ્ય ગટર પર દિવાલ કરી દેવાઇ છે. આથી વરસાદી પાણી 15 જેટલા ઔધોગીક એકમોમાં જમા થયુ છે. જેના કારણે કારખાનાઓનો ધંધો બંધ થઇ જવાનો ઘાટ સર્જાયો છે. આથી આ એકમોના માલિકોએ મોડી સાંજે આવેદન પાઠવી પાણીનુ વહેણ ખુલ્લુ કરવા માંગ કરી છે.
વઢવાણ જીઆઇડીસીમાં જુદાજુદા ચારફેઝોમાં 700 જેટલા ઔધોગીક એકમો ધમધમી રહ્યા છે. જેમાં એકમોનું પાણી નિકાલ માટે ભુગર્ભ ગટરો બનાવવામાં આવી છે. પરંતુ અનેક સ્થળોએ ગટરબંધ કરી દેવાતા ઠેરઠેર વરસાદી પાણી જમા થઇ રહ્યા છે. ત્યારે વઢવાણ જીઆઇડીસી ફેઇઝ -2માં વરસાદી પાણી જમા થતા ઉધોગકારો ત્રાહીમામ પોકારી ગયા છે