હળવદ કોંગ્રેસમાં પક્ષ પ્રમુખને લઈ પાછલા એકાદ અઠવાડિયાથી ભારે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આખરે તાલુકા કોંગ્રેસ સમિતિ ના નવા પ્રમુખની પ્રદેશ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જોકે નવા પ્રમુખ ની જાહેરાત ને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ માં ભારે નિરાશા જોવા મળી રહી છે સાથે જ તાલુકા-જિલ્લા પંચાયતની ચુંટણીને ધ્યાને લઇ ૫ વ્યક્તિની કમીટી ની પણ રચના કરવામાં આવી છે જેથી આખરી નિર્ણય કમિટીનો રહેશે નહીં કે પ્રમુખનો એમ પણ જાણવા મળી રહ્યું છે
હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જટુભા ઝાલા એ રાજીનામા ધરી દીધા બાદ નવા પ્રમુખને લઈ ભારે અટકળો વહેતી થઈ હતી ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે ડોક્ટર કે.એમ રાણાની નિમણૂક કરવામાં આવી છે જેને લઇ ખાસ કરીને હળવદના કોંગ્રેસ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે જેથી આવતા દિવસોમાં કોંગ્રેસમાં રાજીનામા પડે તો નવાઈ નહીં.?
નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે તો મને જાણ કરજો:કગથરા
હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે નિમણૂક થતાં મૂળ કોંગ્રેસના કાર્યકર્તાઓ માં નારાજગી જોવા મળી રહી છે જેને લઇ જિલ્લા કોંગ્રેસ અગ્રણી લલીતભાઈ કગથરાને રજૂઆત કરવામાં આવી હતી જેમાં લલીતભાઈ એ જણાવ્યું હતું કે નવનિયુક્ત પ્રમુખ જો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે તો અમને જાણ કરજો જરૂરથી પગલા લઈશું તેમ જણાવ્યું હતું