રક્ષામંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી ડીએસીની બેઠકમાં પ્રસ્તાવ રજૂ થાય તેવી સંભાવના
ભારતીય વાયુદળ હેવી ડયુટી એટેક માટેના હેલીકોપ્ટરોની જ‚રીયાતને પૂરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે અને માટે મીની એરફોર્સને સજ્જ કરાય તે દિશામાં કામગીરી શ‚ કરવામાં આવી છે. હાલમાં વાયુ સેનાને હેવી ડયૂટી એટેક માટેના હેલીકોપ્ટરની ત્રણ સ્કવાડોર્નની જ‚ર છે. આ હેલીકોપ્ટરો દુશ્મનોના વિસ્તારમાં ઘુસીને કામગીરી કરવામાં ખુબ સફળ ગણવામાં આવે છે ત્યારે યુએસ સો ૧૧ અપાચે હેલીકોપ્ટરોના સોદા માટે હસ્તાક્ષરો ાય તેની રાહ જોવાઈ રહી છે. આ દરખાસ્ત રક્ષામંત્રી અ‚ણ જેટલીની યોજનારી ડીએસીની બેઠકમાં રજૂ કરવામાં આવે તેવુ સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
વધુમાં ૫૦ ટકા રિપીટ ઓર્ડર ઓપ્શનના કારણે ભારતીય વાયુસેના આ કરારો બાબતે ઉતાવળમાં છે કારણ કે, જો હેલીકોપ્ટરોની ડિલીવરી સમયસર શ‚ ઈ જાય તો તેની સો અત્યાધુનિક મિસાઈલ, રડાર વગેરેના પણ કરારો ઈ શકે છે. આ ઉપરાંત યુદ્ધ દરમિયાન પણ અપાચે હેલીકોપ્ટર સૈન્યની શક્તિમાં ધરખમ વધારો કરે તેમ હોવાી આ હેલીકોપ્ટરોને બને તેટલી ઝડપી સેનામાં સમાવવામાં આવે તે વાત ઉપરભાર મુકાઈ રહ્યો છે.
આ અગાઉ ભારતીય વાયુસેનાએ ૨૦૧૫ની સાલમાં ૮,૦૪૮ કરોડના ખર્ચે ચીનુક્ષ હેલીકોપ્ટર ખરીદવાના કરારો પણ કર્યા હતા જે પણ ટૂંક સમયમાં ભારતને મળવાના છે. ત્યારે ભારતીય રક્ષા મંત્રાલય દ્વારા વાયુસેનાને મજબૂત બનાવવાની દિશામાં પુરતી કામગીરી હામાં લેવામાં આવી છે.