ગાઢ ઘુમ્મસના કારણે વિઝિબિલિટી માત્ર ૧૦૦ મીટર
રાજકોટ-મુંબઇની ફલાઇટ ત્રણ કલાક મોડી
રાજ માર્ગો ભીના થઇ ગયા
આવતીકાલે પણ ઝાકળ વર્ષાની સંભાવના
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે જોરદાર ઝાકળ વર્ષા થવા પામી હતી. ગાઢ ઘુમ્મસના કારણે હવાઇ સેવા પર પણ અસર થઇ હતી વિઝિબિસિટી માત્ર ૧૦૦ મીટર જ રહેતા વહેલી સવારે મુંબઇથી રાજકોટ આવતી જેટ એરવેઇઝની ફલાઇટનું રાજકોટમાં લેન્ડીંગ થયા બાદ ટેક ઓફ થઇ શકયું ન હતું. ફલાઇટ ત્રણ કલાક મોડી ઉપડતા મુસાફરો અકળાય ગયા હતા આવતીકાલે પણ ઝાકળ વર્ષાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુંસાર આજે સવારે રાજકોટનું લધુતમ તાપમાન રર.૩ ડીગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૬ ટકા પવનની સરેરાશ ઝડપી પ કી.મી. પ્રતિકલાક જયારે સવારે ૮.૩૦ કલાકે શહેરનું તાપમાન ૨૪.૨ ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.
ગઇકાલે મંગળવાર બાદ આજે બુધવારે પણ રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં જોરદાર ઝાકળ વર્ષા થવા પામી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૬ ટકાએ પહોંચી ગયું હતું. વહેલી સવારે જોરદાર ઝાકળ વર્ષાના કારણે આજે વિઝીબીલીટીનું પ્રમાણ માત્ર ૧૦૦ મીટર રહેવા પામ્યું હતું.
૧૦૦ મીટર દુરનું કશું જોઇ શકાતું નથી. ગાઢ ધુમ્મસના કારણે મુંબઇથી રાજકોટ આવેલી જેટ એર વેઇઝની ફલાઇટનું રાજકોટ એરપોર્ટ ખાતે લેન્ડીંગ થયા બાદ ઝાકળ વર્ષા શરુ થઇ જતાં ફલાઇટનું મુંબઇ તરફ ઉડાન થઇ શકયું ન હતું. વાતાવરણ કલીયર થયા બાદ ત્રણ કલાક બાદ ફલાઇટ મુંબઇ તરફ રવાના થઇ હતી. ત્રણ કલાક ફલાઇટ મોડી ઉપડતા મુસાફરો અકળાય ગયા હતા.
ગાઢ ધુમ્મસ મોડી સવાર સુધી ચાલી હતી. સવારે આઠ વાગ્યા સુધી ઝાકળ ચાલુ રહેવા પામી હતી. જેના કારણે રાજ માર્ગો રીતસર ભીના થઇ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યાનુસાર સામાન્ય રીતે જયારે એક સીઝન માંથી બીજી સીઝન આવતી હોય છે ત્યારે ઝાકળ વર્ષા થતી હોય છે અને આવું ત્રણ દિવસ સુધી ચાલતુ હોય છે આવતીકાલે પણ ઝાકળ વર્ષાની સંભાવના છે.