રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ તા.08 થી 12 નવેમ્બર, 2023 દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે ભવ્ય દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં, આકર્ષક એન્ટ્રી ગેઇટ, થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા, સેલ્ફી પોઈન્ટ વગેરેદિવાળી ઉત્સવમાં વિશેષ આકર્ષણો બની રહેશે. આજની દિવાળી ઉત્સવમાં આરંભ થઇ ચૂકયા છે.
રેસકોર્સ રિંગ રોડ ફરતે આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન, શનિવારે ‘રંગોળી સ્પર્ધા’ એન્ટ્રી ગેઇટ અને સેલ્ફી પોઇન્ટસ આકર્ષકનું કેન્દ્ર
દિવાળીના તહેવાર યાદગાર બનાવવા બાલભવન, રેસકોર્ષ ખાતે દિવાળી ઉત્સવનો રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના વરદ હસ્તે શુભારંભ કરાયો હતો. રેસકોર્સ રિંગ રોડ ફરતે 1રમી સુધી આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે. તા.11ના રોજ રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે.સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.12ના રોજ સાંજે શહેરીજનો નિહાળી શકાશે.રેસકોર્સ રિંગ રોડ ખાતે એન્ટ્રી ગેઇટ અને સેલ્ફી પોઈન્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
દિવાળી ઉત્સવ પ્રસંગે ચિત્રનગરીની ટીમના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.11મીએ બપોરે 3:00 કલાકથી રાત્રીના 11:30 કલાક દરમ્યાન રેસકોર્ષ રીંગરોડના 2.7 કિ.મી.ના એરિયામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં કોઈપણ ઉંમરની વ્યક્તિ ભાગ લઇ શકશે. આ હરીફાઈમાં પ્રથમ 3 વિજેતાને અનુક્રમે રૂ.15 હજાર, રૂ.10 હજાર અને રૂ.05 હજાર પુરસ્કાર તરીકે આપવામાં આવશે.આ ઉપરાંત 20 રંગોળીના કલાકારોને રૂ.1000/- પુરસ્કાર તરીકે આપવામાં આવનાર છે.
આ દિવાળી ઉત્સવ શુભારંભ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જીલ્લા કલેકટર પ્રભવ જોશી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા,શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા તેમજ અગ્રણી ઉદ્યોગપતિ મનસુખભાઈ પાણ, વલ્લભભાઈ સતાણી, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
દિવાળી ઉત્સવના આ તમામ કાર્યક્રમ માણવા મેયર નયનાબેન પેઢડિયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.