ઉનામાં હજુ ગયા વર્ષના તમાકુના ચોરીના હજુ ચોર નથી પકડાયેલ ત્યાં બીજીબાજુ બાગબાન 138 તમાકુના 800 ટીનની મેઈન બજારમાંથી ચોરી થયેલ. ઉનામાં વાવાઝોડા પછી અનેક ચોરીના કિસ્સા થયેલ હોવાનું જાણવા મળેલ પરંતુ ઉના પોલીસ ખાતુ ચોરને ચોરી કરતા રોકી ના શકયા અને પકડી પણ ના શક્યા. એવામાં ઉનાના રઘુવંશી સમાજના અગ્રણી બાલુભાઈ બિડીવાળાને ત્યાંથી બાગબાન 138 તમાકુના 800 ટીનની ચોરી સામે આવેલ છે.
ત્યારે પોલીસ તપાસનો ધમધમાટ ચાલુ થઈ ગયેલ છે. જોવાનું એ છે કે પોલીસ ચોરને પકડે છે ઉનામાં ચોર ચોરી કરવાનું બંધ કરે તો સારી બાબત કહેવાય.