જૂનાગઢનાં વોર્ડ નં.૧૫નો બનાવ: કોંગી ઉમેદવારનાં બે પુત્રો, એક પુત્રી સહિત ચાર સામે પોલીસ ફરિયાદ
જુનાગઢ મનપાની વોર્ડ નં. ૧૫ ની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું છે, ત્યારે પક્ષની સ્લીપ વહેંચવા બાબતે ભાજપના કાર્યકરને કોંગ્રેસના ઉમેદવારના બે પુત્રો અને પુત્રી સહિત ૪ શખસોએ ઢીકા પાટુનો માર મારી, પોલીસને પણ ઇજા કરી હોવાની બબાલ પોલીસ દફતરે નોંધાઇ છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના પ્રદીપ સીનેમા પાછળ વીર મેઘમાયાનગરમાં રહેતા સંજયભાઈ સુરેશભાઈ ઉર્ફે દુલાભાઈ સોલંકી ભાજપ પક્ષની સ્લીપ વહેચવા માટે વોર્ડ નં ૧૫ મા જતા, ધર્મેશ ઉર્ફે ધમો લાખાભાઈ પરમાર, રણજીત ઉર્ફે રાવણ લાખાભાઈ પરમાર, રણજીતનો છોકરો મલ્લો અને શાકમાર્કેટ માં રહેતા ધર્મેશના બહેન એ અમારા વિસ્તારમા કેમ આવ્યા છો તેમ કહી ગડદા પાટૂનો મારમારી, ગાળો બોલી તથા પોલીસને ઇજા કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીને લઇને મતદાન જેમ નજીક આવે તેમ ગરમા ગરમી જોવા મળતી હોય છે. પરંતુ જૂનાગઢમાં તો હદ થઇ છે. ઉમેદવારના પરિવારે સામા પક્ષના કાર્યકર ઉપર હુમલો કરી દેતા પરિવારે ભારે ચકચાર જાગી છે. આ બનાવને પગલે સામા પક્ષમાં ભારે રોષ યુવર્તી રહ્યો છે. સિનિયર નેતાઓએ પણ આ મામલે મૌન તોડીને જણાવ્યુ છે કે ચુંટણીમાં ખેલદીલી સૌપ્રથમ હોવી જ જોઇએ. હાર હોય કે જીત તેને પચાવવાની શક્તિ હોવી જરૂરી છે. બંને પક્ષોએ પોતપોતાની શક્તિ હોવી જરૂરી છે. બંને પક્ષોએ પોતપોતાના દાયરામાં રહીને પ્રચાર કરવાનો હોય છે. આ બનાવ દુ:ખદ છે. કાર્યકરો કે અગ્રણીઓને આ પ્રકારની કૃત્ય શોભા દેતુ નથી.